તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:પ્રોપર્ટી ટેક્સમાં 800 કરોડના ગોટાળાનો કોંગ્રેસનો આરોપ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વરલી- પરેલમાં 100 કરોડ સાથે આખા મુંબઈમાં 800 કરોડનો ગોટાળો

છેલ્લા થોડા દિવસથી રૂ. 100 કરોડના વસૂલી કૌભાંડને લઈને રાજ્યની સત્તામાં ભાગીદાર શિવસેના- રાષ્ટ્રવાદી- કોંગ્રેસને ભાજપ ભીંસમાં લઈ રહ્યો છે ત્યારે મહાપાલિકામાં સત્તાધારી શિવસેના પર પ્રોપર્ટી ટેક્સ વસૂલીમાં રૂ. 800 કરોડનો ગોટાળાનો આરોપ લગાવ્યો છે.પ્રોપર્ટી ટેક્સ વસૂલી વિભાગના અમુક અધિકારીઓની સાઠગાંઠ સાથે રૂ. 800 કરોડનો ગોટાળો થયો હોવાનો આરોપ કોંગ્રેસના નેતા વિરોધી પક્ષ નેતા રવી રાજાએ લગાવ્યો છે. પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે મહાપાલિકાએ નાણાકીય વર્ષાં આવતાં કાર્યવાહી તીવ્ર કરી છે.

જે સાઉથ વિભાગના વરલી, પરેલ વિસ્તારમાં અનેક ઠેકાણે મિલોની મોકાની અને વ્યાવસાયિક જગ્યા છે. આ મિલ માલિકો પાસેથી માલમતા કર પેટે મહાપાલિકાને કરોડો રૂપિયા આવવાના બાકી છે. જોકે અધિકારીઓ પ્રોપર્ટી ટેક્સ આકારણી કરતી વખતે અને તેનાં બિલો સંબંધિત જગ્યાના માલિકોને મોકલતી વખતે તેમની જગ્યાનો આકાર અને તેનું મૂલ્ય ઓછું બતાવે છે. આથી તેમનો પ્રોપર્ટી ટેક્સ કરોડોને બદલે લાખોમાં આકારવામાં આવે છે. આનો મોટો આર્થિક ફટકો મહાપાલિકાની પડતો હોઈ સંબંધિત મહાપાલિકા અધિકારી ગબ્બર બની રહ્યા છે એવો આરોપ તેમણે કર્યો છે.

વરલી વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલીમાં રૂ. 100 કરોડ, જ્યારે આખા મુંબઈમાં રૂ. 800 કરોડનો આ ગોટાળો હોવાનો દાવો રવી રાજાએ કર્યો છે. આ સંબંધે તપાસ કરીને સંબંધિતો સામે કાર્યવાહી કરવાની માગણી તેમણે મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ પાસે કરી છે. જગ્યાના માલિક, મહાપાલિકાના અધિકારીઓની સાઠગાંઠથી આ રૂ. 800 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ગોટાળો થયો હોઈ કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વાસ્તવમાં જૂજ લાખમાં વસૂલ થયો હોવાનો આરોપ રવી રાજાએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો