તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂંઝવણ:ગણેશોત્સવને ફક્ત ત્રણ મહિના બાકી છતાં ગાઈડલાઈન્સને અભાવે મૂંઝવણ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂર્તિની ઊંચાઈ અને પ્લાસ્ટર ઓફ પેરિસના વપરાશ અંગે ગણેશમંડળો ભારે અવઢવમાં

ગણેશોત્સવને ફક્ત 100 દિવસ બાકી રહ્યા છે છતાં નિયમાવલીની મડાગાંઠ હજી યથાવત છે. મૂર્તિની ઉંચાઈ અને પ્લાસ્ટર ઓફ પેરિસના વપરાશ વિશે દ્વિધા છે. મંડળોઓ મૂર્તિકારો પાસે ઓર્ડર નોંધાવવાની શરૂઆત કરી દીધી છે પણ સરકારની નિયમાવલી જાહેર થઈ ન હોવાથી મૂર્તિકારો અસમંજસમાં છે.

જૂન મહિનો શરૂ થાય એટલે મૂર્તિકારો, ગણેશ મંડળો ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરે છે. ઠેકઠેકાણે મૂર્તિકારોની વર્કશોપ ઊભી થાય છે. ક્યાંક ગણેશમૂર્તિની દુકાનો સજ્જ થાય છે. પણ આ વર્ષે ઓર્ડર નોંધવા છતાં મૂર્તિકારોએ મૂર્તિઓ ઘડવાની શરૂઆત કરી નથી. ગયા વર્ષે રાજ્ય સરકારે નિયમાવલી મોડેથી જાહેર કરતા મૂર્તિકારોનું નુકસાન થયું હતું. સરકારે પીઓપી બંધી લાગુ કરી હોવાથી માટી ક્યાંથી લાવવી, કેવી રીતે લાવવી જેવી સમસ્યાઓ નિર્માણ થઈ હતી. આ વર્ષે ગરબડ ટાળવા મૂર્તિકારો રાજ્ય સરકારના માર્ગદર્શક ધોરણોની રાહ જોઈ રહ્યા છે.

સાર્વજનિક ગણેશોત્સવ મંડળો ત્રણેક મહિના પહેલાંથી તૈયારી શરૂ કરીને સભા, બેઠકો આયોજિત કરે છે. મૂર્તિનો ઓર્ડર એડવાન્સમાં નોંધાવવા માટે મૂર્તિકારો સાથે ચર્ચા કરે છે. દર વર્ષની પરંપરા તોડીને ગયા વર્ષે મૂર્તિની ઉંચાઈ 4 ફૂટ સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. પણ આ વર્ષે ઉંચી મૂર્તિઓ ઘડવામાં આવે એ માટે મંડળોના પ્રયત્ન ચાલુ છે. ગયા વર્ષે પરિસ્થિતિ વિકટ હોવાથી મંડળોએ સરકારના નિયમોનું ચુસ્તતાથી પાલન કર્યું. અત્યારની પરિસ્થિતિ જોતા કોરોનાની રસી ઉપલબ્ધ છે. તેમ જ મુંબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એમાં શનિવારે રાજ્ય સરકારે અનલોકના ધોરણ જાહેર કર્યા છે.

પીઓપી પર ઝૂકાવ
ગયા વર્ષે પીઓપીની મૂર્તિઓને મોડેથી પરવાનગી મળી. પણ સૌથી વધુ વેચાણ પીઓપીની મૂર્તિઓનું જ થાય છે. માટીની મૂર્તિઓ વજનમાં ભારે, સંભાળવામાં નાજુક અને કિંમતમાં મોંઘી હોય છે. તેથી ઘરગથ્થુ ગ્રાહકો પણ માટીની મૂર્તિ ખરીદવા માટે ઉત્સાહી હોતા નથી. મંડળોની મૂર્તિઓ આકારમાં મોટી હોવાથી માટીની મૂર્તિઓ લાવવાનું કામ ઝંઝટભર્યું હોય છે.

ઉપરાંત અત્યારે મંડળો સમક્ષ આર્થિક પડકાર હોવાથી મંડળોનો ઝૂકાવ પીઓપીની મૂર્તિઓ પર છે. પીઓપીની 2 ફૂટની ગણેશ મૂર્તિની કિંમત અંદાજે બેથી ત્રણ હજાર રૂપિયા હોય છે. એ જ આકારની શાડુની માટીની મૂર્તિની કિંમત 5 થી 7 હજાર રૂપિયા હોય છે. 4 ફૂટની પીઓપીની મૂર્તિ અંદાજે 10 થી 15 હજાર રૂપિયા તો શાડુની માટીની મૂર્તિની કિંમત લગભગ 30 થી 40 હજાર રૂપિયા હોય છે

અન્ય સમાચારો પણ છે...