તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઝે કેસ:સરકારી અધિકારીઓને ચૂકવેલી લાંચના દસ્તાવેજો જપ્ત

મુંબઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક દસ્તાવેજમાં અધિકારીઓને કેટલી રકમ મળતી હતી તેની મહિના અનુસાર નોંધ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયાથી 500 મીટરના અંતરે 20 જિલેટિન સ્ટિક્સ સાથેની મહિંદ્રા સ્કોર્પિયો કાર મૂકવાના અને થાણેના ઓટો પાર્ટસના વેપારી મનસુખ હિરનની હત્યાના કેસની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઈએ) દ્વારા મુંબઈ પોલીસ અને વહીવટીતંત્રમાં અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમ દર્શાવતા દસ્તાવેજો જપ્ત કર્યા છે.

આમાં સસ્પેન્ડેડ એપીઆઈ અને મુખ્ય આરોપી સચિન વાઝેની ભૂમિકાની એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનઆઈએએ વાઝે નિયમિત રીતે ગિરગામ ખાતે ક્લબમાં જતો હતો ત્યાં ગુરુવારે દરોડા પાડ્યા હતા, જે સમયે મળી આવેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન વાઝેને વિશેષ કોર્ટે 7 એપ્રિલ સુધી કસ્ટડી આપી છે.એક દસ્તાવેજમાં ઓફિસ અને અધિકારીઓનાં નામ છે. નામ સામે મહિના અનુસાર કોને કેટલી રકમ જતી હતી તેનો ઉલ્લેખ છે, જેની એનઆઈએ ઊંડાણથી તપાસ કરી રહી છે.

એનઆઈએને પાક્કી શંકા છે કે દસ્તાવેજમાં ઉલ્લેખિત રકમ સંબંધિત ઓફિસ અને અધિકારીઓને મહિના વાર ચૂકવવામાં આવતી લાંચની રકમ છે. એનઆઈએ ક્લબના માલિક અને અન્ય દસ્તાવેજો પરથી હાલમાં વધુ જાણકારી મેળવી રહી છે.એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો અમે આવકવેરા વિભાગ અથવા સીબીઆઈને આ દસ્તાવેજો વધુ તપાસ માટે સોંપી દઈશું, કારણ કે અમને ફક્ત આતંકવાદ વિરોધી કેસની કપાસ કરવાની સત્તા છે.

આ અધિકારીએ એમ પણ જણાવ્યું કે કથિત ક્લબમાં વાઝે વારંવાર જતો હતો અને બુકી નરેશ ગોર અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદેને પણ ત્યાં નોકરી અપાવી હતી. ગોર અને શિંદે બંને પણ હાલમાં કસ્ટડીમાં છે.એનઆઈએએ ગુરુવારે ગોર થકી વાઝેએ અંગત ઉપયોગ માટે જપ્ત કરેલાં સિમ કાર્ડસ જપ્ત કર્યાં હતાં. ગોરે ગુજરાતના અમદાવાદ ખાતેથી આ સિમ કાર્ડસ પ્રાપ્ત કર્યાં હતાં અને તે પછી શિંદે થકી વાઝેને આપ્યાં હતાં. આમાંથી એક સિમ કાર્ડ વાઝેએ મનસુખ હિરનને ફોન કરવા માટે ઉપયોગ કર્યું હતું, જે મનસુખની હત્યા પૂર્વે કરવામાં આવેલો છેલ્લો કોલ હતો એમ જાણવા મળ્યું છે.

મનસુખને ઈન્ટીરિયર માટે એક જણે સ્કોર્પિયો કાર આપી હતી, જેની સામે કાર માલિકે પૈસા નહીં આપતાં મનસુખે પોતાની પાસે રાખી હતી, જે પછી આ કાર અંબાણીના ઘર નજીકથી વિસ્ફોટકો સાથે મળી આવી હતી. 5 માર્ચે થાણે જિલ્લાની મુંબ્રા ખાડીમાંથી મનસુખનો મૃતદેહ મળી આવ્યો હતો.વિસ્ફોટકનો કેસ હાથ બહાર નીકળી જતાં ભાંડો ફૂટી જવાના ભયે મનસુખની વાઝેએ હત્યા કરી હાવોનો આરોપ છે. આરંભિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે વાઝેએ મનસુખને બોલાવ્યો હતો. આ પછી મનસુખને બેભાન કરવામાં આવ્યો હતો, જે પછી ખાડીમાં ફેંકી દીધો હતો.

વાઝેએ વિસ્ફોટક મૂકવા કાર લીધી
દરમિયાન એનઆઈએએ શનિવારે કોર્ટને જણાવ્યું હતું કે વાઝેએ વિસ્ફોટકો મૂકવા પૂર્વે મનસુખ પાસેથી કાર લઈ લીધી હતી. આ પછી 25 ફેબ્રુઆરીએ જિલેટિન સ્ટિક્સ સાથે અંબાણીના ઘર નજીક ગોઠવવામાં આવી હતી. વાઝેની એનઆઈએ દ્વારા 15 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આરંભમાં મહારાષ્ટ્ર એટીએસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી, જે પછી એનઆઈએએ તપાસ હસ્તક લઈ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો