તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ડિજિટલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ નવી ક્ષિતિજો પર પરિષદ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રોજેક્ટ પ્રોફેશનલો અને પરિવર્તનકારીઓ માટે વૈશ્વિક અગ્રણી સંગઠન પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (પીએમઆઈ), પુણે- ડેક્કન ઈન્ડિયા ચેપ્ટર દ્વારા હાલમાં બે દિવસીય સાતમી પ્રોજેક્ટ મેનેજમેન્ટ રિજનલ કોન્ફરન્સ 2021નું વર્ચ્યુઅલ સ્વરૂપમાં આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ પરિષદ ડિજિટલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની નવી ક્ષિતિજો અને નવી વ્યૂહરચનાઓ પર કેન્દ્રિત હતી, જેમાં સહભાગીઓને તેમની સંસ્થાઓને ભાવિ તૈયાર કરવા માટે યોગ્ય કુશળતા, સાધનો અને ટેક્નિકો જાણવાની તક મળી હતી.

પીએમઆઈ સિટીઝન ડેવલપર, વિકેડ પ્રોબ્લેમ સોલ્વિંગ, ઓર્ગેનાઈઝેશન ટ્રાન્સફોર્મેશન જેવી ઓફર સાથે પીએમઆઈ ડિજિટલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અભિમુખ બનાવવા માટે મોટી છલાંગ લગાવી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. પીએમઆઈ સાઉથ એશિયાના એમડી ડો. શ્રીની શ્રીનિવાસને જણાવ્યું હતું કે આજના સમયમાં ડિજિટલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જરૂરત બની ચૂકી છે.

ખાસ કરીને પ્રોજેક્ટની કામગીરી સુધારવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા પ્રોજેક્ટ મેનેજર માટે અંગીકાર કરવાની જરૂરી કુશળતાઓમાં સંપૂર્ણ નવું સેગમેન્ટ આ પરિષદ થકી ઉમેરાયું છે. આ વર્ષે દીર્ઘદષ્ટાઓ અને વિષયી બાબતના નિષ્ણાતોએ એકત્ર આવીને માર્ગદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...