તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:મુંબઈમાં સ્થિતિ ગંભીરઃ 24 કલાકમાં 40 દર્દીનાં મોત, બેડ ઓછા અને દર્દીઓની સંખ્યા વધુ

મુંબઇ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મુંબઈમાં 10 દિવસમાં 253નાં મોત, રાજ્યમાં 10 દિવસમાં 173 મોત

મુંબઈ સહિત રાજ્યમાં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. બુધવારે રાત સુધી છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 40 દરદીનાં મોત થયાં હતાં, જે આજ સુધીની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે છેલ્લા 10 દિવસમાં મુંબઈમાં 253 દરદીનાં મોત થયાં છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 173 દરદીનાં મોત થયાં છે. મુંબઈમાં હવે દરદીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે, જેને કારણે બેડ પણ ઓછા પડી રહ્યા છે. આથી સર્વ હોસ્પિટલોને બેડ વધારવાની સૂચના આપી છે. બુધવારે સાંજ સુધી રાજ્યમાં 1495 નવા કેસ સાથે દર્દીઓની સંખ્યા 25,922 ઉપર પહોંચી છે, જ્યારે 54નાં મોત સાથે મરણાંક 975 થયો છે. મુંબઈમાં 799 નવા કેસ સાથે દરદીઓની સંખ્યા 15,746 થઈ છે, જ્યારે નવાં 40 મોત સાથે કુલ મોત 596 થયાં છે, જે આંકડો દેશમાં સૌથી વધુ છે. આજ સુધી 5547 દરદી સાજા થઈને ઘેર ગયા છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલામાં મુંબઈમાં 40, પુણેમાં 6, જળગાવ 2, સોલાપુર 2, ઔરંગાબાદ 2, વસઈ વિરાર 1નાં મોત થયાં છે, જ્યારે રત્નાગિરિમાં એકનું મોત થયું છે. મૃતકોમાં મૃતકોમાં 29 જણ 60 વર્ષથી વધુ ઉંમરના, 21 જણ 40- 59 વયવર્ષના અને ચાર જણ 40થી ઓછી વર્ષના દર્દીનો સમાવેશ થાય છે. 36 દર્દીને (67 ટકા) કોરોના સાથે ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી અતિજોખમી બીમારી પણ  હતી.  આજ સુધી 2,30,857 નમૂના તપાસવામાં આવ્યા છે, જેમાંથી 2,03,439 નેગેટિવ અને 25,922 પોઝિટિવ આવ્યા છે. દરમિયાન રાજ્યમાં હાલમાં 1439 સક્રિય કન્ટેનમેન્ટ ઝોન્સ જાહેર કરાયા છે, જે માટે 13,803 સર્વેલન્સ સ્ક્વોડ કામ કરી રહી છે અને 57.65 લાખ લોકોની તપાસ કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 2,98,213 હોમ ક્વોરન્ટાઈનમાં અને 14,627 સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો