• Gujarati News
  • Local
  • Mumbai
  • Conclave Held To Raise Climate Finance, Environment Minister Appeals For Immediate Action For Coastal Cities

આયોજન:ક્લાઇમેટ ફાઇનાન્સ ઊભું કરવા કોન્ક્લેવ યોજાયો, પર્યાવરણ મંત્રીએ દરિયાકિનારાનાં શહેરો માટે ત્વરિત પગલાં લેવા અપીલ કરી

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પબ્લિક પોલિસી થિંક ટેંક અને સેવાભાવી સંસ્થા મુંબઈ ફર્સ્ટે ગુરુવારે એની ક્લાઇમેટ કોન્ક્લેવની બીજી એડિશન શરૂ કરી હતી. આ એડિશમાં પ્રસિદ્ધ વક્તાઓ અને મહાનુભાવો સામેલ થયા હતા, જેમાં મહારાષ્ટ્રના પ્રવાસન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સામેલ હતા. આ બે દિવસીય કોન્ક્લેવ ‘ક્લાઇમેટ ક્રાઇસિસ 2.0: મોબિલાઇઝિંગ ફાઇનાન્સ ફોર કોસ્ટલ સિટીઝ’ બેનર હેઠળ યોજાઈ હતી.

તેમાં મુંબઈ જેવા આબોહવાની કટોકટીનો સામનો કરતા દરિયાકિનારાના શહેરોની મદદ કરવા ક્લાઇમેટ ફાઇનાન્સ ઊભું કરવાના મહત્ની ચકાસણી કરવામાં આવી હતી.સમર્પિત પર્યાવરણવાદી અને સંરક્ષણવાદી શ્રી ઠાકરે ગેસ્ટ ઓફ ઑનર હતા તથા આબોહવાના પરિવર્તનની અસર લઘુતમ કરવા ત્વરિત પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકતું પ્રભાવશાળી સંબોધન કર્યું હતું.

તેમણે રજૂ કરેલી દરખાસ્તોમાં વહીવટી પ્રક્રિયાઓમાં વિલંબને નિવારવા મુંબઈ માટે એક આયોજન સંસ્થા સ્થાપિત કરવાની દરખાસ્ત સામેલ હતી. તેમણે મહાનગર-આધારિત યોજનાઓના અસરકારક અણલીકરણ માટે વિવિધ અને બહોળા અધિકારો સાથે ઇન્વેસ્ટિંગ મેયર્સનો વિચાર પણ રજૂ કર્યો હતો.

કોન્ક્લેવના પ્રથમ દિવસે સંબોધન કરનાર અન્ય મહાનુભાવોમાં ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત શ્રી ઉગો આસ્તુતો, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)માં ભારતના વડા ડો. અતુલ બગાઈ, એમએમઆરડીએ મેટ્રોપોલિટન કમિશનર શ્રી એસ વી આર શ્રીનિવાસ, મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સુશ્રી મનિષા મ્હાઇસ્કર અને ઇન્ડોનેશિયા, શ્રીલંકા, નેધરલેન્ડ, સિંગાપોર અને જાપાનના કોન્સુલ્સ-જનરલ સામેલ હતા.

ક્લાઈમેટ ફાઈનાન્સ પર ચર્ચા : મહારાષ્ટ્ર સરકાર, યુરોપિયન યુનિયન, નેધરલેન્ડ્સના કોન્સ્યુલેટ અને મેકિન્સીના સાથસહકાર સાથે યોજાયેલી આ કોન્ક્લેવનો ઇરાદો આબોહવાના પરિવર્તન સામે મુંબઈ અને એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન)ના ટકાઉ વિકાસમાં મદદ કરવા ક્લાઇમેટ ફાઇનાન્સ કેવી રીતે મહત્વપૂર્ણ છે એના પર અર્થપૂર્ણ ચર્ચા કરવાનો છે.

પર્યાવરણ અનુકૂળ રોકાણની તક
આ કોન્ક્લેવનો વિશેષ ઉદ્દેશ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખાનગી ક્ષેત્ર સાથે જોડાણ કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે અંતર્ગત આબોહવાના પરિવર્તનના જોખમો ઘટાડવા અને સ્વીકારવા પર્યાવરણને અનુકૂળ રોકાણની તકો ચકાસવામાં આવશે.

આયોજનમાં સહાયક કંપનીઓ
ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ, જેએસડબલ્યુ ફાઉન્ડેશન, કોન્કાસ્ટ ઇન્ડિયા, બ્લુ ડાર્ટ, ગોદરેજ, કોટક એસેટ મેનેજમેન્ટ કંપની, ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ, હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડ, મહિન્દ્રા હોલિડેઝ, એચએસબીસી, એમએમઆર એન્વાયર્મેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ સોસાયટી (એમએમઆરડીએ), આઇસીસીએસએ.

અન્ય સમાચારો પણ છે...