તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:કેન્સરની સૌપ્રથમ CAR-T સેલ થેરપી સંપન્ન

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈઆઈટી બોમ્બે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલના સમર્પિત ઉપચારના પ્રયાસ સફળ થયા

કેન્સરના ઉપચાર માટે ચિમેરિક એન્ટીજન રિસેપ્ટર ટી-સેલ (સીએઆર- ટી) થેરપી આશીર્વાદરૂપ તરીકે ઊભરી આવી છે. વૈશ્વિક સ્તરે અંતિમ તબક્કાના દર્દીઓ પર ચિકિત્સકીય પરીક્ષણોમાં આશાસ્પદ પરિણામો જોવા મળ્યાં છે. જોકે હાલમાં આ ટેકનોલોજી ભારતમાં ઉપલબ્ધ નથી. આથી દર્દી પાછળ ખર્ચ રૂ. 3-4 કરોડ થાય છે.

આ ધ્યાનમાં લેતાં બીઆઈઆરએસી અને ડીબીટીદ્વારા છેલ્લાં 2 વર્ષમાં પ્રસ્તાવ મગાવવામાં આવ્યા હતા. 4 જૂન, 2021ના રોજ ટાટા મેમોરિયલ હોસ્પિટલ, આઈઆઈટી બોમ્બેનીટીમ અને કેન્સર કેર ઈન્ડિયા દ્વારા ટાટા મેમોરિયલ સેન્ટર, મુંબઈના એસીટીઆરઈસી ખાતે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ ખાતે સૌપ્રથમ સીએઆર-ટીસેલ થેરપી (જીન થેરપીનો પ્રકાર) હાથ ધરાઈ હતી.

સીએઆર-ટી સેલ્સ આઈઆઈટી બોમ્બેના બાયોસાયન્સ એન્ડ બાયોએન્જિનિયરિંગ ખાતે ડિઝાઈન અને ઉત્પાદન કરાયા હતા. બીઆઈઆરએસી- પેસ યોજનાએ તેમાં આંશિક ટેકો આપ્યો હતો. હવે ટીએમસી- આઈઆઈટી બોમ્બેની ટીમને નેશનલ બાયોફાર્મા મિશન થકી ડીબીટી- બીઆઈઆરએસી દ્વારા તેમની સીએઆર- ટી રોડક્ટના તબક્કો- 1-2 પરીક્ષણ હાથ ધરવા માટે આ પ્રોજેક્ટ વિસ્તારવા ટેકો આપવામાં આવ્યો છે.

ભારતમાં કિફાયતી ખર્ચે ઉપચાર
આઈઆઈટી બોમ્બે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈ વચ્ચે આ સમર્પિત પ્રયાસ અને ઉત્કૃષ્ટ જોડાણ છે. આઈઆઈટી બોમ્બેના ડાયરેક્ટર સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે સંસ્થા અને દેશ માટે પણ આ નોંધપાત્ર સિદ્ધિ છે.

આઈઆઈટી- બી ખાતે અમને એ વાતની ખુશી છે કે ટાટા મેમોરિયલ હોસ્પિટલ સાથે અમારા વિજ્ઞાનીઓ કેન્સરના ઉપચારમાં અત્યાધુનિક થેરપી લાવ્યા છે. જો પરીક્ષણો સફળ થાય તો ભારતમાં ઉપલબ્ધ ઉપચાર કિફાયતી ખર્ચે કરીને લાખ્ખોના જીવ બચાવી શકાશે. આઈઆઈટી- બીનું આ સંશોધન દરેકના જીવનને સ્પર્શ કરશે.

નેશનલ બાયોફાર્મા મિશન
કેન્દ્ર સરકારે નેશનલ બાયોફાર્મા મિશન રજૂ કર્યું છે, જે સુધારિત ટી- સેલ શરીરમાં ટ્રાન્સફર કરવા ઉપયોગ કરાતા પેકેજિંગ પ્લાસમિડ્સ માટે લેન્ટિવાઈરલ વેક્ટર ઉત્પાદન એકમના વિકાસને ટેકો આપે છે અને બે અન્ય સંસ્થામાં સીએઆર ટી- સલ ઉત્પાદન કરવા માટે ટી-સેલ ટ્રાન્સડકશન અને વિસ્તરણ માટે સીજીએમપી સુવિધાના વિકાસને પણ ટેકો આપે છે. એક્યુટ લિફોસાઈટિક લ્યુકેમિયા, મલ્ટીપલ માયલોમા, ગ્લિયોબ્લાસ્ટોમા, હેપાટોસેલ્યુલર કાર્સિનોમા અને ટાઈપ-2 ડાયાબીટીસ સહિતના રોગો માટે સીએઆર-ટી સેલ ટેકનોલોજીના વિકાસને ડીબીટી થકી ટેકો અપાય છે.

અન્ય સમાચારો પણ છે...