તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન:કોવિડની સારવાર માટે દવાની બીજી ટ્રાયલ પૂર્ણ

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીદીઠ કોવિબ્લુનો કુલ સારવાર ખર્ચ ફક્ત ~ 70

કોવિડ 19 દર્દીઓની સારવાર માટે કિલિચ ડ્રગ્સ સસ્તી દવા લઇને આવી રહી છે. આ દવા ‘મેથિલિન બ્લુ’ પર આધારિત છે, જેનો ઉપયોગ ડોક્ટરો દ્વારા સદીઓથી બ્લડ પ્રેશર બૂસ્ટરના રૂપમાં કરવામાં આવે છે અને ત્યાં સુધી કે એન્ટી-મલેરિયલ દવાના રૂપમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. મોટાભાગે તેને ત્યારે સૂચવવામાં આવે છે જ્યારે દર્દીનું ઓક્સિજન સેચ્યુરેશન સ્તર ઘટી રહ્યું હોય.

તબીબો દાવો કરે છે કે તે દર્દીઓ જેઓ હોસ્પિટલમા દાખલ છે તેમને મેથિલિન બ્લુ નસમાં કે મોઢા વાટે આપી શકાય છે. ઉપરાંત જે દર્દીઓ પોતાના ઘરે ક્વોરન્ટાઇનમાં છે તેઓને મોઢા દ્વારા દવા લેવાનું સૂચવવામાં આવી શકે છે. તેમાં એન્ટી-વાઈરલ ગુણ હોય છે, જેથી તે શરીરની અંદરના વાઈરસને ખતમ કરે છે અને તે એવા દર્દીઓ પર ખૂબ જ અસરકારક છે જેઓ હળવાથી ગંભીર લક્ષણો ધરાવે છે.

સૂત્રો મુજબ, કિલિચ ડ્રગ્સે મેથિલિન બ્લુ આધારિત દવા ‘કોવિબ્લુ’ના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે બીજી ક્લિનિકલ ટ્રાયલને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હાલમાં ઇન્જેક્શન્સનો ખર્ચ આશરે રૂ. 2,500 જેટલો થાય છે અને તે ઘણા દર્દીઓમાં ગંભીર આડઅસર પણ ઊભી કરે છે ત્યારે બીજી તરફ કોવિબ્લુના એક ડોઝનો ખર્ચ આશરે 5 રૂપિયા થવાનો છે અને કોઇ પણ જાતની આડઅસર વિના કોવિડની સમગ્ર સારવાર માત્ર 70 રૂપિયામાં કરી શકાય છે, એમ કિલિચે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...