• Gujarati News
  • Local
  • Mumbai
  • Complaints Of Teacher non teaching Staff Will Be Addressed, A Dialogue Day Will Be Organized On Every Monday Of The Month

સંવાદ દિનનું આયોજન:શિક્ષક-શિક્ષકેતર કર્મીઓની ફરિયાદો પર ધ્યાન અપાશે, દર મહિનાના સોમવારે સંવાદ દિવસનું આયોજન

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્કૂલ શિક્ષણ વિભાગ અંતર્ગત દર મહિનાના બીજા, ત્રીજા અને ચોથા સોમવારે સંવાદ દિનનું આયોજન કરવામાં આવશે. માન્યતાપ્રાપ્ત ખાનગી સ્કૂલમાં શિક્ષક અને શિક્ષકેતર કર્મચારીઓની ફરિયાદ અને અડચણના નિરાકરણ માટે મહિનાના ત્રણ સોમવાર લોકશાહી દિન પ્રમાણે શિક્ષકો સાથે સંવાદ સાધીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.

રાજ્યની તમામ સ્કૂલના શિક્ષક અને શિક્ષકેતર કર્મચારીઓની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે વિભાગીય શિક્ષણ ઉપસંચાલકની અધ્યક્ષતા હેઠળ ફરિયાદ નિવારણ સમિતિ બનાવવામાં આવી છે. તેમ જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ, સંસ્થાની ફરિયાદ જાણવા માટે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળના વિભાગીય અધ્યક્ષના નેતૃત્વમાં ફરિયાદ નિવારણ સમિતિ નિમવામાં આવી છે.

તેથી લોકશાહી દિન પ્રમાણે સ્કૂલ શિક્ષણ વિભાગ મારફત સંવાદ દિનનું આયોજન કરવામાં આવશે. જિલ્લા સ્તરે દર મહિનાના બીજો સોમવાર (બપોરનું સત્ર), શિક્ષણાધિકારી (પ્રાથમિક/માધ્યમિક)/શિક્ષણ નિરીક્ષક વિભાગીય સ્તર વિભાગીય શિક્ષણ દર મહિનાના ત્રીજા સોમવાર (બપોર સત્ર), 3 રાજ્ય સ્તર ઉપસંચાલક શિક્ષણ સંચાલક (પ્રાથમિક/માધ્યમિક), દર મહિનાના ચોથા સોમવારે (બપોરનું સત્ર) અને ઉચ્ચ માધ્યમિક પ્રમાણે સંવાદ દિન પાળવામાં આવશે. આ દિવસે સાર્વજનિક રજા હોય તો એ પછી આવતા કામકાજના દિવસે સંવાદ દિન તરીકે પાળવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...