• Home
  • Local
  • Mumbai
  • Complaints can now be made by e mail against a hospital that charges more

કોરોનાવાઈરસ / વધુ પૈસા લેતી હોસ્પિટલ વિરુદ્ધ હવે ઈ-મેઈલ પર ફરિયાદ કરી શકાશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યા બધાની જાણ ખાતર ઓનલાઈન ઉપલબ્ધ કરાશે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેમ જ દર્દીઓ પર કરવામાં આવેલી સારવારનો ખર્ચ મનફાવે એટલો લગાડવામાં આવે છે જેવી બાબતો સહિત હોસ્પિટલો વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો ઓનલાઈન પદ્ધતિથી હવે કરી શકાશે એવી માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી. ટૂંક સમયમાં હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યા બધાની જાણ ખાતર ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.  
મુખ્ય કાર્યકારી અધિકારી સુધાકર શિંદેને જવાબદારી સોંપવામાં આવી
કોરોના વાઈરસના ફેલાવાને રોકવાના પ્રયત્નોના ભાગરૂપે અત્યારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અનેક ખાનગી હોસ્પિટલો દર્દીઓને દાખલ કરે છે. જોકે તેમની સારવાર માટે મનફાવે એવા દર લગાડીને મસમોટુ બિલ વસૂલ કરે છે. સરકારે આવી હોસ્પિટલો વિરુદ્ધ કઠોર ધોરણ લીધુ છે અને આ બાબતની ફરિયાદ નાગરિકોએ ઈમેઈલ દ્વારા કરવી. આવી ફરિયાદો પર કાર્યવાહી કરવા જિલ્લાધિકારી, મહાપાલિકા કમિશનર અને રાજ્ય આરોગ્ય સેવા સોસાયટીના મુખ્ય કાર્યકારી અધિકારી સુધાકર શિંદેને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી સમયમાં કોરોનાગ્રસ્તો દર્દીઓની વધતી સંખ્યાના અંદાજ અનુસાર મુંબઈ સહિત રાજ્યમાં બેડ ઉપલબ્ધ કરી આપવામાં આવી રહ્યા છે. જોકે આ સંદર્ભની માહિતી સામાન્ય નાગરિકોને અથવા એમ્બ્યુલન્સના ડ્રાઈવરને હોતી નથી. તેથી દર્દીને લઈને એક ઠેકાણેથી બીજા ઠેકાણે ફરતા રહેવું પડે છે. એના પર વૈકલ્પિક માર્ગ કાઢવામાં આવ્યો છે.
વધુમાં વધુ ૪૦૦૦, ૭૫૦૦ અને ૯૦૦૦ રૂપિયા પ્રમાણે દર વસૂલ કરતા સ્તર ફરજિયાત
તમામ દર્દીઓને ઉપલબ્ધ બેડની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એના માટે કોમન ડેશબોર્ડ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ડેશબોર્ડ તમામ પ્રમુખો અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોને ઉપલબ્ધ કરી આપવામાં આવશે એમ ટોપેએ જણાવ્યું હતું. ઉપરાંત કોરોના દર્દીઓની સારવારના દર નિશ્ચિત કર્યા છે. એમાં ફક્ત બેડ, ઓક્સિજનની સુવિધા અને આઈસીયુના બેડ માટે દર નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર કોરોનાના દર્દીઓ માટે દર વસૂલીના ત્રણ સ્તર નક્કી કરવામાં આવ્યા છે. એ મુજબ દરરોજના વધુમાં વધુ ૪૦૦૦, ૭૫૦૦ અને ૯૦૦૦ રૂપિયા પ્રમાણે દર વસૂલ કરતા સ્તર ફરજિયાત કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોએ દર્દીઓને સેવા પૂરી પાડવાની ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ નન કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી