તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં નારાજગી:આદિત્ય ઠાકરેના આદેશ સામે કોંગ્રેસની રાજ્યપાલને ફરિયાદ

મુંબઈ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગજાનન ચાંદુરકર - Divya Bhaskar
ગજાનન ચાંદુરકર
 • શિવસેનાના 43 નગરસેવકોને ભંડોળ ફાળવતાં કોંગ્રેસમાં નારાજગી

રાજ્યમાં કોંગ્રેસ અને શિવસેનાના હાથમાં હાથ પરોવીને સરકાર ચલાવી રહી છે, પરંતુ આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની પાર્શ્વભૂમિમાં કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વિવાદ વધતો દેખાય છે. મહાપાલિકામાં સત્તાધારી શિવસેના પર ટીકા કરવાની એકેય તક કોંગ્રેસ છોડવા માગતી નથી. વિવિધ મુદ્દા પરથી કોંગ્રેસ નેતા શિવસેનાને લક્ષ્ય કરતાં જોવા મળે છે.

હવે કોંગ્રેસના નેતા જનાર્દન ચાંદુરકરે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને લક્ષ્ય બનાવ્યા છે. ચાંદુરકરે એક વિડિયોના માધ્યમથી જણાવ્યું છે કે રાજ્યના પર્યાવરણ અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલકમંત્રી આદિત્ય ઠાકરેએ શહેરના 4 નગરસેવકોને રૂ. 3693 કરોડ તેમના મતવિસ્તારમાં સુશોભિકરણ કરવા માટે ડીપીડીસી ફંડમાંથી કામ કરવા આપ્યા છે. આ આદેશ મુંબઈના જિલ્લાધિકારીએ મંજૂર કર્યો હોઈ આગામી કાર્યવાહી માટે મ્હાડા પાસે ફાઈલ ગઈ છે.

મુંબઈમાં પૈસા આવ્યા તે સારી વાત છે, પરંતુ આગામી મહાપાલિકાની ચૂંટણી ધ્યાનમાં લઈને શિવસેનાના 43 નગરસેવકોના મતવિસ્તારમાં સુશોભિકરણ માટે આવું કામ ડીપીડીસીના ઈતિહાસમાં પહેલી જ વાર મંજૂર કરવામાં આવ્યું છે. આ નિયમોની વિરુદ્ધ છે, એમ તેમણે જણાવ્યું છે.

રાજ્યપાલને ફરિયાદમાં શું જણાવ્યું
આ ઘટનાની સર્વ રાજકીય પક્ષોએ અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ નોંધ લેવી જોઈએ, કારણ કે આર્થિક શિસ્ત અનુસાર ડીપીડીસી ફંડ માટે બજેટમાં જોગવાઈ કરવી પડે છે. બજેટમાં નાણાં મંત્રી અજિત પવારે જોગવાઈ કરી છે. બજેટનું ફંડ બાદ કરતાં રૂ. 3693 કરોડ ભંડોળ મંજૂર કર્યું તે ક્યાંથી આવશે તેની પૂરક માગણી અજિત પવારે વિધાનસભામાં રજૂ કરવી પડશે. અજિત પવારને આ વિશે જાણ હોય તો ઠીક અન્યથા નાણાં વિભાગ સામે પણ આ પડકાર છે. આથી બધાને એકસમાન ન્યાય આપવાનું ધોરણ શિવસેનાને માન્ય નથી. આ નિયમ વિરુદ્ધ બાબત હોવાથી તેને ધ્યાનમાં આફવું જોઈએ. સર્વ પ્રશાસકીય અધિકારીઓને વિનંતી છે કે ગેરકાયદે આદેશ હોય તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે તે મંજૂર નહીં કરવું જોઈએ, એમ પણ ચાંદુરકરે અનુરોધ કરતાં જણાવ્યું છે.

નિલેશ રાણે દ્વારા પણ ટીકા
ચાંદુરકરના વિડિયો પછી ભાજપ નેતા નિલેશ રાણેએ પણ આદિત્ય પર નિશાન સાધ્યું છે. આદિત્યએ પ્રશાસન વિશે અજ્ઞાન અને મિત્ર પક્ષનો ડિંગો કઈ રીતે બતાવે છે તે ચાંદુરકરે જનતા સામે લાવી દીધું છે. જે મંત્રીને બજેટ સમજાતું નથી તેને કેબિનેટ અને પાલકમંત્રી બનાવ્યા છે, એવી ટીકા તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો