તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ફેશન ડિઝાઈનર દ્વારા દિલ્હીના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાંધાજનક ફોટો અને વિડિયો વાઈરલ કરીને બ્લેકમેઈલનો પણ આક્ષેપ

પુણેની 23 વર્ષીય ફેશન ડિઝાઈનરે દિલ્હીના 28 વર્ષના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 26 ફેબ્રુઆરીની રાત્રે પુણેની હોટેલમાં મીઠાઈમાં ઘેનયુક્ત દવા આપ્યા બાદ આરોપીએ દુષ્કર્મ કર્યું હોવાની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.આ પછી પીડિતાના વાંધાજનક ફોટો અને વિડિયો વાઈરલ કરીને બ્લેકમેઈલ કરવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપ સાથે બે મહિલા સહિત ચાર જણ સામે ગુનો દાખલ કર્યો છે. ઉપરાંત પીડિતાએ પોતાની સોનાની જ્વેલરી પડાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.મહિલા લાતુરની છે, જે હાલમાં પુણેમાં કોમ્પ્યુટર સોફ્ટવેરનો કોર્સ કરી રહી છે અને ફેશન ડિઝાઈનર તરીકે પણ કામ કરી રહી છે, જ્યારે ચારેય આરોપીઓ દિલ્હીના રહેવાસી છે.

પીડિતા આ વર્ષે ફેબ્રુઆરીમાં એક પુરુષ સાથે ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવી હતી. આ પછી તેણે એક મહિલા આરોપી સાથે પીડિતાની ઓળખ કરાવી હતી. આ મહિલાએ પછી મુખ્ય આરોપી સાથે ઓળખ કરાવી હતી, જે દિલ્હી હાઈ કોર્ટમાં વકાલત કરતો હોવાનું જણાવ્યું હતું.આ પછી મુખ્ય આરોપી અને મહિલાએ પીડિતાને દિલ્હીમાં ફરવા માટે બોલાવી હતી. જોકે ત્યાં ગયા પછી મુખ્ય આરોપીએ લગ્નની વાત છેડતાં પીડિતા 17 ફેબ્રુઆરીએ પુણેમાં આવી ગઈ હતી.

આ પછી આરોપી અને તેનો ફ્રેન્ડ પીડિતાને મળવા માટે દિલ્હીથી કારમાં પુણેમાં આવ્યા હતા. તેમની વિનંતી પર પીડિતાએ શહેરના ખરાડી વિસ્તારમાં તેમના મુકામની વ્યવસ્થા કરી હતી.26મી ફેબ્રુઆરીની રાત્રે મુખ્ય આરોપીએ હોટેલ રૂમમાં ડિનર રાખીને મીઠાઈમાં ઘેનયુક્ત પદાર્થ ખવડાવી દીધો હતો, જે પછી દુષ્કર્મ કર્યું હતું. આ સમયે વાંધાજનક ફોટો અને વિડિયો ઉતારી લીધા હતા, જેને આધારે પછી ફરીથી પીડિતાને ગોવામાં બોલાવીને દુષ્કર્મ કર્યું હતું. પીડિતા પાસેથી વિવિધ કારણો આપીને નાણાં પણ પડાવ્યાં હતાં.

ફરિયાદની ધમકી આપતાં બ્લેકમેઈ‌લ
જોકે પીડિતાને જાણ થઈ કે આરોપી પરિણીત છે અને તેને એક પુત્ર પણ છે. આથી તેણે ફરિયાદ નોંધાવવાની ચીમકી આપતાં આરોપીઓએ વાંધાનક ફોટો અને વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. જોકે પીડિતાએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ સુનીલ થોપ્ટેએ જણાવ્યું હતું કે ચંદનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...