તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મહિલા એપીઆઈ દ્વારા બેન્ક અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યુઃ અન્ય બે સામે ધમકીનો ગુનોે

મુંબઈ એક મહિલા પોલીસે બેન્ક અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જ્યારે અન્ય બે સામે ધમકી આપવાની અને બ્લેકમેઈલ કરવાની ફરિયાદ નોંધાવી છે. પવઈ પોલીસે આ પ્રકરણે એફઆઈઆર દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (એપીઆઈ) દ્વારા પવઈ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી, જેને લઈ પોલીસે શુક્રવારે એફઆઈઆર દાખલ કરી છે, જેમાં બેન્ક અધિકારી અને અન્ય બે સહિત ત્રણનાં નામ નોંધવામાં આવ્યાં છે.

મુખ્ય આરોપી ઔરંગાબાદનો છે અને પોતે બેન્કમાં અધિકારી હોવાનો દાવો કરે છે. સોશિયલ મિડિયા સાઈટ થકી આરોપીની એપીઆઈ સાથે ઓળખ થઈ હતી. આ પછી તેમની મૈત્રી થઈ હતી. આરોપીએ પીડિતા સાથે ઈન્ટિમેટ વિડિયો ઉતારી લીધા હતા, જેને આધારે પછી તે સતામણી કરતો હતો અને બ્લેકમેઈલિંગ કરતો હતો, એમ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું હતું.આટલું ઓછું હોય તેમ આરોપીના બે સાથીઓ પણ વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ કરવાની ધમકી આપતા હતા અને બ્લેકમેઈલ કરતા હતા એમ ફરિયાદમાં જણાવ્યું હોવાનું પવઈ પોલીસે રવિવારે જણાવ્યું હતું.

આરોપીઓ સામે ભારતીય ફોજદારી સંહિતાની વિવિધ કલમો હેઠળ દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...