તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાગણી દુભાઈ:પ્રેગ્નન્સી બાઈબલ પુસ્તકના શીર્ષકથી કરીના સામે ફરિયાદ

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખ્રિસ્તી સમુદાયે કરીનાના પુસ્તકથી લાગણી દુભાઈ હોવાનું જણાવ્યું

અભિનેત્રી કરીના કપૂરે લખેલા પુસ્તક સામે ખ્રિસ્તી સમુદાયે વાંધો ઉઠાવ્યો છે અને કરીના તથા બે અન્ય વિરુદ્ધ રાજ્યના બીડ શહેરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ બુધવારે નોંધાવેલી ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

બીડના શિવાજી નગર પોલીસમાં આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના પ્રમુખ આશિષ શિંદેએ ફરિયાદ નોંધાવી છે. કરીના કપૂર અને અદિતિ શાહ ભીમજાની લિખિત અને જગરનોટ બુક્સ દ્વારા પ્રકાશિત પુસ્તકના પ્રેગ્નન્સી બાઈબલ નામ સામે વાંધો ઉઠાવ્યો આવ્યો છે. પુસ્તકના શીર્ષક માટે બાઈબલ જેવો પવિત્ર શબ્દનો ઉપયોગ કર્યો છે અને તેને લીધે ખ્રિસ્તીઓની લાગણી દુભાઈ છે, એમ શિંદેએ જણાવ્યું છે.

આઈપીસીની કલમ 295-એ (કોઈ પણ વર્ગના ધર્મ કે ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને ધાર્મિક લાગણીઓ દુભાવવા જાણીબૂજીને અને બદઈરાદાનું કૃત્ય) હેઠળ કેસ દાખલ કરવા માગણી કરવામાં આવી છે. સિનિયર પીઆઈ સાઈનાથ ઠાંબરેએ જણાવ્યું કે અમને ફરિયાદ મળી છે, પરંતુ આ ઘટના બીડમાં બની નહીં હોવાથી કેસ નોંધી નહીં શકાય. મેં તેમને મુંબઈમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી છે.

કરીનાના પુસ્તકનું 9 જુલાઈએ વિમોચન થયું હતું. તેને પોતાનું ત્રીજું સંતાન જણાવતાં 40 વર્ષીય અભિનેત્રીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજા સંતાનને જન્મ આપ્યો હતો. તેણે પુસ્તકને પ્રમોટ કરવા માટે સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રી અનુસાર બંને ગર્ભાવસ્થાઓ દરમિયાન તેને શારીરિક અને ભાવનાત્મક અનુભવો થયા તેની અંગત માહિતી આ પુસ્તકમાં સમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...