કાર્યવાહી:પવારને હિંદુ વિરોધી ગણાવતો વિડિયો શેર કરતાં ભાજપ વિરુદ્ધ ફરિયાદ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શરદ પવારને હિંદી વિરોધી દર્શાવવા માટે તાજેતરના તેમના ભાષણમાં ચેડાં કરીને તે અપલોડ કરવા માટે ભાજપ વિરુદ્ધ પગલાં લેવા મુંબઈ પોલીસની સાઈબર સેલમાં શુક્રવારે રાષ્ટ્રવાદીની યુવા પાંખના નેતાએ ફરિયાદ નોંધાવી હતી.

બુધવારે ભાજપ દ્વારા એક ભાષણનો ટૂંકો વિડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો અને દાવો કરાયો કે શરદ પવાર હંમેશાં હિંદુ ધર્મને ધિક્કારતા રહ્યા છે અને આવું વલણ રાખ્યા વિના તેઓ રાજકીય સફળતા હાંસલ નહીં કરી શક્યા હોત.

જોકે અમુક સોશિયલ મિડિયા યુઝર્સે સંકેત આપ્યો કે આ વિડિયો એડિટ કરાયેલો છે અને પવાર સાતારામાં 9 મેના રોજ કાર્યક્રમમાં ભાષણ સમયે જાતિવાદ અને અસ્પૃશ્યતા સંબંધી જવાહર રાઠોડની કવિતાનો સંદર્ભ આપતા હતા.

પોલીસ ફરિયાદમાં રાષ્ટ્રવાદીની યુવા પાંખના રાજ્ય એકમના પ્રમુખ સૂરજ ચવાણે જણાવ્યું છે કે ટ્વિટર પર આવા ચેડાં કરાયેલા વિડિયો શેર કરીને સમુદાયોમાં ભાગલા પાડવાનો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા ટ્વિટર હેન્ડલ (ભાજપના) સામે કલમ 499, 500, 66એ અને 66એ અનુસાર પગલાં લેવાં જોઈએ.

પવારે ગુરુવારે પત્રકારોને જણાવ્યું કે તેઓ શ્રમિક વર્ગની પીડા દર્શાવતી કવિતામાંથી અમુક લીટીઓ વાંચતા હતા, પરંતુ આ મુદ્દો લઈને ખોટી માહિતી ફેલાવવા માગતા હોય તેઓ તેવું કરવા માટે મુક્ત છે એમ કહીને તેમણે ભાજપનું નામ લીધા વિના ટીકા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...