નવી મુંબઈમાં પાવના ફાયરબ્રિગેડની પાછળ, ખૈરાણા ગામ, કોપરખૈરાણે સ્થિત પાવને એમઆઈડીસીના પ્લોટ નં. એ-753માં મે. વેસ્ટ કોસ્ટ પોલીકેમ અને એ-754માં મેં. હિંદ ઈલાસ્ટોમર્સ એમ બે રબર કંપનીઓમાં લાગેલી આગ સત્તર કલાકની જહેમત બાદ કાબૂમાં આવી છે. આગમાં કંપનીનો મેનેજર મૃત્યુ પામ્યો છે, જ્યારે એન્જિનિયર લાપતા છે.
ભોંયતળિયું વત્તા ત્રણ માળની ઝુનઝુનવાલાની માલિકીની મે. વેસ્ટ કોસ્ટ અને તેમની જ માલિકીની ભોંયતળિયું વત્તા બે માળની હિંદ ઈલાસ્ટોમર્સમાં શુક્રવારે બપોરે 15.25 કલાકે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે નવી મુંબઈ, પાવને, થાણે અને જેએનપીટીથી બંબાઓ મોકલવામાં આવ્યા હતા.
ફાયરમેન દ્વારા લાગલગાટ પ્રયાસ પછી શનિવારે સવારે 9.30 વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આગ બુઝાવવા માટે પ્રત્યેકી 29 લિટરનું એક એવા 200 ડ્રમનો ઉપયોગ કરાયો, હતો. હજુ આગ ઠંડક પાડવાની કાર્યવાહી ચાલુ છે, એમ અગ્નિશમન દળ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગમાં મે. વેસ્ટ કોસ્ટના મેનેજર મોનુકુમાર નાયર (65)નું ગૂંગળામણથી મૃત્યુ થયું છે, જ્યારે એન્જિનિયર નિખિલ પાશિલકર (25)નું હજુ પગેરું મળ્યું નથી, એમ દળનાં સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.