સુવિધા:બસ, મેટ્રો, મોનો, રેલવે સેવા માટે કોમન મોબિલિટી કાર્ડ ઉપલબ્ધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશેષ સુવિધા અંતર્ગત બેસ્ટના કોઈ પણ ડેપોમાંથી કાર્ડ ખરીદી શકાશે

બેસ્ટનું બસ, મેટ્રો અને રેલવે જેવા સાર્વજનિક પરિવહન સેવા માટે કોમન મોબિલિટી કાર્ડ હવે ડેપોમાંથી ખરીદી કરી શકાશે. આ કોમન મોબિલિટી કાર્ડની સેવા જ્યાં ચાલુ છે ત્યાં એ વાપરી શકાશે એમ બેસ્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું. બેસ્ટે રોકડથી વ્યવહાર ટાળી શકાય એ માટે અને વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટ કરવા એક જ સહિયારા કાર્ડની (નેશનલ કોમન મોબિલિટી કાર્ડ) ઘોષણા કરી હતી. બેસ્ટનું આ કોમન મોબિલિટી કાર્ડ જારી કરવામાં આવ્યું છે. આ કાર્ડ બેસ્ટ, રેલવે, મેટ્રો અને મોનો રેલ જેવી સેવા માટે વાપરી શકાશે એમ બેસ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે. ઉપરાંત દુકાન, રેસ્ટોરંટ અને ઓનલાઈન શોપિંગ માટે પણ કાર્ડ વાપરી શકાશે.

યેસ બેંક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈંડિયાના મુખ્ય ઉત્પાદક રુપે સહિત ભાગીદારીમાં બેસ્ટ કો બ્રાન્ડેડે કોમન કાર્ડ જારી કર્યું છે. દેશમાં 20 લાખ કરતા વધુ રુપે ટર્મિનસના ઠેકાણે આ કાર્ડ વાપરી શકાશે. ઓનલાઈન બિલ પણ એના દ્વારા ચુકવી શકાશે એમ બેસ્ટ ઉપક્રમે સ્પષ્ટ કર્યું હતું.

આ કોમન કાર્ડ શરૂઆતમાં 100 રૂપિયાની રકમનું બેસ્ટના તમામ ડેપોમાં ઉપલબ્ધ થશે. પ્રવાસીઓએ નવું કાર્ડ મેળવવા માટે મોબાઈલ નંબર આપવા સાથે જ મળેલ ઓટીપી, એની ચકાસણી, પેન અથા આધાર નંબર દેખાડવાનો રહેશે. બેસ્ટની બસમાં કંડકટર પાસેથી કાર્ડ તરત રિચાર્જ કરી શકાશે. ઓનલાઈન રિચાર્જ સેવા પણ ટૂંક સમયમાં શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...