તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ફડણવીસ સરકારમાં ફોન ટેપિંગની તપાસ કરવા સમિતિ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય પોલીસ વડાની આગેવાનીમાં તપાસ

ફડણવીસ સરકારના કાર્યકાળમાં ફોન ટેપિંગ કરવામાં આવ્યા હતા તેની તપાસ કરવા માટે ત્રણ સભ્યની સમિતિ રચવામાં આવી છે. રાજ્યના પોલીસ પ્રમુખ સંજય પાંડેની આગેવાનીમાં આ સમિતિ નીમવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલે આ સપ્તાહમાં રાજ્ય વિધાનમંડળના બે દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દા પરથી આ તપાસ કરવામાં આવશે એવી ખાતરી ગૃહને આપી હતી.આ સંબંધમાં સમિતિ નીમવામાં આવી છે.

તપાસ ત્રણ મહિનામાં પૂરી કરીને સરકારને અહેવાલ સુપરત કરવાનો રહેશે. 2015થી 2019ના પાંચ વર્ષના સમયગાળામાં કરાયેલા ફોન ટેપિંગની તપાસ કરવાની રહેશે.નોંધનીય છે કે સત્રના બીજા દિવસે ફોન ટેપિંગનો મામલો બહુ ગાજ્યો હતો. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ વિધાનસભામાં મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. 2016-17માં રાજ્યના વિધાનસભ્યો, સાંસદોના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. સમાજવિરોધી કૃત્યોને રોકવાને નામે આ ફોન ટેપિંગ કરવામાં આવ્યા હતા. આ માટે મારો ફોન નંબર અમજદ ખાનને નામે ટેપ કરાયો હતો. આ ટેપિંગ કોના આદેશથી કરવામાં આવ્યું, તેની પાછળ કોણ સૂત્રધાર છે તેની તપાસ કરવાની માગણી પટોલેએ ગૃહમાં કરી હતી.

માદક પદાર્થની તસ્કરી કરતો હોવાનું બતાવીને મારો ફોન ટેપ કરવામાં આવ્યો હતો. મારો નંબર હોવા છતાં તેને અમજદ ખાન એવું મુસ્લિમ નામ અપાયું હતું. મુસ્લિમ ધર્મનું નામ આપીને હિંદુ- મુસ્લિમ વચ્ચે વિવાદ પેદા કરવાનું તે રાજકારણ તો નહોતું ને, મારા સહિત અન્ય અમુક લોકપ્રતિનિધિઓના ફોન પણ ટેપ કરવામાં આવ્યા હતા.

આ રીતે લોકપ્રતિનિધિઓનો ફોન ટેપ કરવા તે બધા માટે ખતરાની ઘંટડી છે. લોકપ્રતિનિધિઓને જાહેર જીવનમાંથી બરબાદ કરવાનું કામ કરવાનો આ પ્રયાસ છે, એમ પણ પટોલેએ જણાવ્યું હતું.ફોન ટેપિંગ કરવા તે ગંભીર બાબત હોઈ આવા પ્રકરણમાં રીતસર પરવાનગી લેવાની હોય છે. જોક આ કિસ્સામાં તે પ્રક્રિયાનું પાલન કરાયું હોય તેમ જણાતું નથી. આથી તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરાશે. ઉચ્ચ સ્તરીય અધિકારીઓની બેઠક લઈને તે અંગે માહિતી આપીશ, એવું આશ્વાસન વલસે પાટીલે આપ્યું હતું, જે પછી હવે તેમણે સમિતિની ઘોષણા કરી છે.

અન્ય સમાચારો પણ છે...