ચૂંટણી પ્રક્રિયા:મહાપાલિકાઓની ચૂંટણી માટે પંચની તૈયારી અંતિમ તબક્કામાં

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધારણીય જવાબદારી અનુસાર ચૂંટણી લેવાની પ્રક્રિયા પાર પાડશે

ઓબીસીને રાજકીય અનામત લાગુ થાય ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ઠેલવાની દષ્ટિએ ચૂંટણી પ્રક્રિયાના અધિકાર પોતાની પાસે લેવાનો પ્રયત્ન રાજ્ય સરકારે શરૂ કર્યો છે. તો બીજી તરફ મહાપાલિકા ચૂંટણી લેવાની રાજ્ય ચૂંટણી પંચની તૈયારી અંતિમ તબક્કામાં છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી ઠેલવા માટે ચુકાદામાં કંઈ જ જણાવ્યું ન હોવાથી બંધારણીય જવાબદારી અનુસાર ચૂંટણી લેવાની પ્રક્રિયા ચૂંટણી પંચ પાર પાડશે.

મુંબઈ, થાણે સહિત તમામ મહાપાલિકાઓની ચૂંટણીની તૈયારી રાજ્ય ચૂંટણી પંચે શરૂ કરી છે. વોર્ડ રચનાનો મુસદ્દો જાહેર થઈ ગયો છે. એના પર વાંધા અને સૂચનની સુનાવણી થઈ. આ સુનાવણી પછી ચૂંટણી પંચે નિમેલા વરિષ્ઠ અધિકારીઓ તરફથી 8 મહાપાલિકાઓના અભિપ્રાય ચૂંટણી પંચને મળ્યા. હવે વોર્ડ રચનાનો કયાસ, વોર્ડનું અનામત, મતદારયાદીના જાહેરાત અને ચૂંટણીની તારીખ જાહેર કરવાની પ્રક્રિયા બાકી છે.

મધ્યપ્રદેશમાં શું જોગવાઈ છે?
મધ્યપ્રદેશના પગલે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પ્રક્રિયા અમલમાં મૂકવા કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો હોવાનું ઉપમુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું હતું. 73મા અને 74માં બંધારણ સુધારા અનુસાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી. એ પહેલાં મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં આ ચૂંટણીઓ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી હતી. 1994માં રાજ્ય ચૂંટણી પંચની સ્થાપના થઈ. એ સમયે ચૂંટણીના તમામ અધિકાર પંચને આપવામાં આવ્યા.

મધ્યપ્રદેશ સરકારે જોકે વોર્ડ રચના, વોર્ડમાં મતદાર સંખ્યા, એનું અનામત વગેરે અધિકાર ચૂંટણી પંચને ન સોંપતા પોતાની પાસે જ રાખ્યા હતા. મધ્યપ્રદેશ પંચાયત કાયદાની કલમ 106 અનુસાર આ તમામ અધિકાર મધ્યપ્રદેશ સરકાર પાસે છે. આ જ અધિકાર મહારાષ્ટ્ર સરકાર 1994 પછી ત્રણ દાયકા બાદ પોતાની પાસે લેશે.

અન્ય સમાચારો પણ છે...