તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકુમ:સૂર્યનમસ્કાર જેવી સજા નહીં આપવા કમિશનરનો આદેશ

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈ નિયમભંગ કરનારને ઊઠબેસ કે
 • સંયમી વર્તણૂક કરવાનું અને વાહનના દસ્તાવેજો નહીં તપાસવાનું જણાવ્યું

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલાં નિયંત્રણોનું કડક પાલન કરાવવા સાથે નિયમભંગ કરનારને ગેરકાનૂની હોય તેવી સજા નહીં કરવા મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાળે દ્વારા પોલીસ દળને આદેશ આપ્યો છે. આ સાથે બંદોબસ્ત માટે અનેક મહત્ત્વનાં સૂચનો કર્યાં છે.પોલીસ દળના સર્વ અધિકારીઓ અને કર્મચારીઓને વિડિયો સંદેશમાં નાગરાળેએ નિયમોનું પાલન કડકાઈથી કરાવવા સાથે નાગરિકો સાથે સંયમ- સૌજન્યથી વર્તણૂક કરવા જણાવ્યું છે. ખાસ કરીને પેટ્રોલિંગ દરમિયાન વાહનનાં કાગળિયાં તપાસવાનું ટાળો, કારણ કે કાગળ સાથે સ્પર્શ કરવાથી પણ કોરોના લાગુ થઈ શકે છે.

આથી અત્યંત જરૂરી જણાય તો જ કાગળિયાં તપાસવાં. તે સમયે હાથમોજાં પહેરવાં અને કાગળિયાં તપાસ્યા પછી પોતાને સેનિટાઈઝ કરવું જોઈએ.માસ્ક નબીં પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનારા અથવા અન્ય કોરોના સંબંધી નિયમોનો ભંગ કરનારા સાથે વાદવિવાદમાં નહીં ઊતરવું જોઈએ. કાયદો હાથમાં નહીં લેવો જોઈએ, પરંતુ કાયદા હેઠળ રહીને જ કામ કરવું જોઈએ.

નિયમભંગ કરનારને ઊઠબેસ, સૂર્યનમસ્કાર, વાનર કૂદકો, મરઘો બનાવવો જેવી સજા કરવામાં આવે એવું છાશવારે જોવા મળે છે. આવી સજા કાયદા અનુસાર ખોટી છે. આવી સજા અપાતાં તે અંગેના વિડિયો વાઈરલ થાય છે, જેને લીધે પછી પોલીસની બદનામી થાય છે. આથી આવી સજા નહીં કરવી જોઈએ. કાયદેસર કાર્યવાહી પર જ ભાર આપવો, એમ કમિશનરે જણાવ્યું છે. શક્ય હોય ત્યાં સુધી સમજણથી કામ લેવું જોઈએ.

30 એપ્રિલ પછી પણ બંદોબસ્તનું નિયોજન
દરમિયાન કમિશનરે પોલીસ દળને સંદેશમાં જણાવ્યું છે કે સરકારે 30 એપ્રિલ સુધી નિયંત્રણો લાદ્યાં છે, પરંતુ ત્યાં સુધી પરિસ્થિતિ કેવી રહેશે તે કહી શકાય એમ નથી. આથી 30 એપ્રિલ પછીના બંદોબસ્તનું પણ હમણાંથી જ નિયોજન કરી રાખવું જોઈએ. પોલીસ સ્ટેશનમાં કે પોલીસ કેન્ટીનમાં ભોજન અને નાસ્તો કરતી વખતે દૂર દૂર બેસવું જોઈએ. પોલીસ સ્ટેશનમાં જન્મદિવસ કે કોઈ નિવૃત્ત થતું હોય તો તેને માટે કાર્યક્રમો નહીં યોજવા. દરેક અધિકારી અને કર્મચારી ફરજના સમયે અચૂક હાજર રહે, પરંતુ તેમને આરામ પણ મળે તેનું વરિષ્ઠોએ ધ્યાનમાં રાખવાનું રહેશે. દરેક પોલીસ રસી લે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. કોરોનાનો માહોલ જોતાં ગુંડાઓ- સમાજકંટકો લાભ લઈ શકે છે. આથી આ બાબતમાં પણ દરેકે સતર્ક રહેવું જોઈએ, એમ પણ આદેશમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો