તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દેશ:મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવા પંચનો આદેશ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2011ની વસતિગણતરી અનુસાર વોર્ડની પુનર્રચના કરવાનો પણ નિર્દેશ
  • ઓબીસીની સીટો 50 ટકાથી વધુ થશે તો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જાહેર વર્ગમાં સમાવેશ કરવામાં આવશે

મુંબઈ મહાપાલિકાની ફેબ્રુઆરી 2022માં થનારી ચૂંટણી કોરોનાને લીધે ઠેલાવાની ચર્ચા ચાલુ છે ત્યારે આ ચૂંટણી યોજવાની દષ્ટિએ તૈયારીઓ શરૂ કરો એવો નિર્દેશ રાજ્ય ચૂંટણી પંચે મહાપાલિકાને આપ્યો છે. આ દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવશે તો એ સમયની પરિસ્થિતિ મુજબ રાજ્ય સરકાર ચૂંટણી બાબતે નિર્ણય લેશે એમ સ્પષ્ટ કરતા પંચે 2011ની વસતિગણતરી અનુસાર વોર્ડની પુનર્રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન ઓબીસીની સીટો પરથી મડાગાંઠ ઊભી થવાની શક્યતા હોવાથી ઓબીસી અનામતની સીટો 50 ટકાની મર્યાદાથી વધુ થતી હશે તો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જાહેર વર્ગમાં જશે એના પર પંચે ધ્યાન ખેંચ્યું છે.

મહાપાલિકા ચૂંટણીની પાર્શ્વભૂમિ પર રાજ્ય ચૂંટણી પંચના સચિવ કિરણ કુરુંદકર, મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત અશ્વિની ભિડે, સામાન્ય પ્રશાસન વિભાગના ઉપાયુક્ત સુનીલ ધામણે, સંગીતા હસનાળેની ઓનલાઈન બેઠક થઈ હતી. આ બેઠકમાં ફેબ્રુઆરી 2022માં મહાપાલિકાની ચૂંટણીનું નક્કી કરેલી મુદત પ્રમાણે નિયોજન કરવું એવો પ્રાથમિક નિર્દેશ આપ્યો છે એવી માહિતી કિરણ કુરુંદકરે આપી હતી. કોરોનાને કારણે 2021ની વસતિગણતરી થઈ શકી નથી. તેથી ચૂંટણી માટે 2011ની વસતિગણતરીની લોકસંખ્યા અનુસાર વોર્ડની પુનર્રચના થશે.

એ પછી નાગરિકો પાસેથ વાંધાઓ અને સૂચનાઓ મગાવવામાં આવશે. 2017માં કરેલી વોર્ડની પુનર્રચનામાં ત્રુટિઓ રહી ગઈ હોય તો આ ચૂંટણીમાં સુધારા કરી લેવાનું જણાવવામાં આવ્યું છે. આ પુનર્રચના વધુમાં વધુ ત્રુટિરહીત હોય એવો નિર્દેશ પંચે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર : મહાપાલિકાની ચૂંટણી પહેલાં લોટરી દરમિયાન ઓબીસી અનામત સીટોનો મુદ્દો ઉપસ્થિત થવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં 50 ટકાની મર્યાદાથી વધારે થનારી ઓબીસી સીટો રદ કરવાનો નિર્ણય 4 માર્ચ 2021ના આપ્યો હતો.

એના વિરુદ્ધ મહાવિકાસ આઘાડી સરકારે પુનર્વિચાર અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે એ 4 મેના ફગાવી દીધી હતી. તેથી રાજ્યની ગ્રામપંચાયત, જિલ્લા પરિષદ, અને તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઓબીસીના 50 ટકાથી વધુ સીટ મેળવી આપતું અનામત બંધ થયું છે. પરિણામે કાયદા અનુસાર ઓબીસીને 27 ટકા અનામત છે છતાં સામાજિક અનામત પ્રવર્ગ માટેના કુલ 50 ટકા અનામત સીટોમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જમાત (એસટી) ઉમેદવારો માટે રાજ્ય બંધારણની જોગવાઈ અનુસાર અનામતની સીટો નિશ્ચિત થયા પછી બાકીની સીટો જ ઓબીસી ઉમેદવારોને મળશે. એટલે કે અનેક ઠેકાણે 27 ટકા અનામત પ્રમાણે સીટ ઉપલબ્ધ થઈ શકશે નહીં.

બાકીની સીટો જાહેર પ્રવર્ગમાં
દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અનુસાર રાજ્ય સરકાર શહેરોમાં, ગામોમાં ઓબીસીની સંખ્યા કેટલી છે એ નિશ્ચિત ન કરે ત્યાં સુધી લોકસંખ્યા મુજબ વોર્ડનું અનામત રાખી શકાશે નહીં. તેથી એસસી, એસટીનું બંધારણીય અનામત યથાવત રાખીને 50 ટકા મર્યાદામાં ઓબીસીને અનામત આપ્યા પછી બાકીની સીટો જાહેર પ્રવર્ગમાં જશે એમ રાજ્ય ચૂંટણી પંચના સચિવ કિરણ કુંદરકરે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...