આદેશ જારી:પોલીસ માટે 8 કલાકની ડ્યૂટીના આદેશની અમલબજાવણી શરૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરિષ્ઠ અધિકારીઓ તરફથી ટૂંક સમયમાં કયાસ કાઢવામાં આવશે

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ પોલીસ હવાલદાર અને આસિસ્ટંટ પીએસઆઈ પદના પુરુષ અમલદારનો કામનો સમય આઠ કલાકનો કરવા માટે આદેશ જારી કર્યો હતો. એ અનુસાર મુંબઈના તમામ પોલીસ સ્ટેશનમાં એની અમલબજાવણી શરૂ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં એનો કયાસ કાઢવામાં આવશે એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

તહેવાર, ચૂંટણી જેવી અપવાદાત્મક પરિસ્થિતિમાં વર્ષના 35 દિવસ કામનો સમય 12 કલાક કરવાની છૂટ વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવી છે. પાંડેએ પોલીસ કમિશનર તરીકે પદભાર સ્વીકાર્યા બાદ મહિલા પોલીસને 8 કલાક ફરજ અને 16 કલાક આરામ પદ્ધતિનો નિર્ણય લીધો. એ પછી પુરુષ હવાલદારોએ પણ આ પદ્ધતિની માગણી કરી હતી.

આ પ્રકરણે અતિરિક્ત પોલીસ આયુક્તના દરજ્જાના માર્ગદર્શન હેઠળ કામ કરતી સમિતિએ આ બાબતે વિવિધ ભલામણ કરી હતી. એ અનુસાર પાંડેએ હવાલદાર અને આસિસ્ટંટ પીએસઆઈ માટે કામના 8 કલાક કરવાનો નિર્ણય લીધો હતો. એની અમલબજાવણી શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં કરવાની શરૂઆત કરવામાં આવી છે.

ટૂંક સમયમાં વરિષ્ઠ અધિકારીઓ તમામ પોલીસ સ્ટેશનની મુલાકાત કરીને એનો કયાસ કાઢશે. હવાલદારને 8 કલાકના કામ સહિત હવે 50 વર્ષથી નીચેના પોલીસને 8 કલાક કામ અને 16 કલાક આરામ, 50 વર્ષથી ઉપરના પોલીસ માટે 12 કલાક કામ અને 24 કલાક આરામ જેવી કાર્યપદ્ધતિની ભલામણ કરવામાં આવી હતી.

ઉપરાંત ગણેશોત્સવ, નવરાત્રી, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી વગેરે જેવા વિવિધ તહેવાર, ચૂંટણી જેવી અપવાદાત્મક પરિસ્થિતિમાં વર્ષના 30 દિવસ પોલીસની ફરજનો સમય 12 કલાક કરવાની છૂટ અતિરિક્ત આયુક્તને આપવામાં આવી છે. તેમ જ અતિરિક્ત પોલીસ ઉપાયુક્ત દરજ્જાનો અધિકારી વિભાગીય પરિસ્થિતિ અનુસાર વર્ષના 5 દિવસ 12 કલાક ડ્યુટી પોલીસને આપી શકે છે. એના કરતા વધારે દિવસ ફરજનો સમય 12 કલાકનો કરવો હોય તો પોલીસ કમિશનરની પરવાનગી લેવાની રહેશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...