ભાસ્કર વિશેષ:મુંબઈ, થાણે, નવી મુંબઈનાં વિકાસકામોને દિલાસો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર ફ્લેમિંગો અભયારણ્યના બફર ઝોનના નિયમોૈમાં ફેરફાર કરવા તૈયાર

ફ્લેમિંગો અભયારણ્ય બફર ઝોનના નિયમોમાં ફેરફાર કરવાના સંકેત કેન્દ્ર સરકારે આપ્યા છે. આ અંગે અંતિમ નિર્ણય લેવાય તો મુંબઈ, થાણે અને નવી મુંબઈ વિસ્તારના વિકાસકામોને મોટો દિલાસો મળી શકે છે. શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભીપેન્દ્ર યાદવની મુલાકાત લઈને આ મુદ્દો રજૂ કર્યો હતો.

આ પ્રશ્ને ટૂંક સમયમાં હકારાત્મક નિર્ણય લેવાનું આશ્વાસન કેન્દ્રીય મંત્રીએ આપ્યું હોવાનું શેવાળેએ જણાવ્યું હતું. શિવડીથી થાણે સુધી થાણે ખાડીનો વિસ્તાર થોડાં વર્ષ પૂર્વે ફ્લેમિંગો અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. અભયારણ્યનો દસ કિલોમીટરનો પરિસર બફર ઝોન ગણીને ત્યાં વિકાસકામો માટે કેન્દ્રીય વન્યજીવ મંડળની વિશેષ પરવાનગી લેવી પડે છે. સુપ્રીમ કોર્ટે થોડા વર્ષ પૂર્વે આ નિયમોનું સખતાઈથી પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા.

આ મુજબ મહાપાલિકાએ જુલાઈમાં પરિપત્રક પ્રસિદ્ધ કરીને વિકાસકામો કરવા પૂર્વે વન્યજીવ મંડળની પરવાનગી બંધનકારક કરી હતી. આ નિર્ણયનો ફટકો મુંબઈના 24માંથી 3 વોર્ડમાં વિકાસકામોને પડવાનો હતો. કેન્દ્ર સરકારે અમુક દિવસો પૂર્વે સાગરી કિનારા સંરક્ષણ કાયદા (સીઆરઝેડ)માં અમુક જોગવાઈઓ શિથિલ કરવાથી મુંબઈનો મોટો ભાગ વિકાસ ખુલ્લો થયો હતો.આ પ્રકરણ શું છે : 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર અભયારણ્યના પરિસરમાં 10 કિલોમીટર ભાગ બફર ઝોન રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

તે મુજબ મહાપાલિકાની ઈમારત પ્રસ્તાવ વિભાગે કેન્દ્રીય વન્યજીવ મંડળની પરવાનગી વિના બફર ઝોનમાંઆવનારા 3 વોર્ડનાં બાંધકામને પરવાનગી નહીં આપવી એવો પરિપત્રક જુલાઈ મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આથી બફર ઝોન બાબતે શિથિલતા આપવાની વિનંતી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે કરી છે.

આ વોર્ડને ફટકો પડશે
લાલબાગ, પરેલ, શિવ, વડાલા, માટુંગા, દાદર પૂર્વ, કુર્લા, ચેમ્બુર, માનખુર્દ, ઘાટકોપર- પૂર્વ, વિક્રોલી, કાંજુરમાર્ગ, ભાંડુપ, મુલુંડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, અંધેરી પૂર્વ, બાંદરા પૂર્વને ફટકો પડશે. શેવાળેએ જણાવ્યું હતું કે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની મુલાકાત લઈને આ મુદ્દે તુરંત નવેસરથી વટહુકમ જારી કરવાની વિનંતી કરી છે. આ બાબતે રાજ્ય સરકારે મોકલેલાં સૂચનોનો સમાવેશ કરીને ટૂંક સમયમાં નવો વટહુકમ જારી કરવાનું આશ્વાસન મંત્રીએ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...