તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:189 ઠેકાણે કોમ્બિંગ કરી 22 તડીપારોની ધરપકડ કરાઇ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુના રોકવા મુંબઈ પોલીસનું ઓલઆઉટ ઓપરેશન

ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ગુનેગારોને ડામવા માટે મુંબઈ પોલીસે વ્યાપક ઓલ આઉટ ઓપરેશન કર્યું હતું. આના ભાગરૂપે વિવિધ ઠેકાણે દરોડા પાડ્યા હતા અને નાકાબંધી કરી હતી. દરેક કામ માટે સમર્પિત વ્યક્તિગત ટીમ સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં રેકોર્ડ પરના ગુનેગારોની તપાસ, શકમંદો અને પ્રવૃત્તિઓ પકડી પાડવા હોટેલ, લોજ અને મુસાફિરખાનાઓની તપાસ, ફરાર ગુનેગારોની ધરપકડ, જુગાર અને દારૂના ગેરકાયદે અડ્ડાઓ પર કાર્યવાહીનો સમાવેશ થતો હતો. શકમંદો કે વસ્તુઓ એટલે કે શસ્ત્રો, નશીલા પદાર્થો વગેરે શોધવા માટે નાકાબંધી કરી અને કોમ્બિંગ ઓપરેશન પાર પાડ્યું. આ કાર્યવાહીમાં ગંભીર ગુનાના 362 ગુનેગારોની તપાસ કરવામાં આવી.

48 ફરાર અને વોન્ટેડ સહિત તડીપાર કરવામાં આવ્યા હોવા છતાં શહેરમાં આવેલા 22 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. ઓલ આઉટ ઓપરેશન અંતર્ગત મુંબઈ પોલીસે તમામ પોલીસ સ્ટેશનમાંથી એક જ સમયે શુક્રવારે રાત્રે 11 થી 2 વાગ્યા સુધી ત્રણ કલાક ઝુંબેશ ચલાવ્યું હતું. શહેરના સંવેદનશીલ વિસ્તારો, ગુનાખોરી કૃત્યો મોટા પ્રમાણમાં થતા હોય એવા ઠેકાણાઓ પર કાર્યવાહી કરીને ગુનેગારો પર ધાક જમાવી હતી. આ કાર્યવાહીના સમયે તમામ પાંચ પ્રાદેશિક વિભાગના અતિરિક્ત પોલીસ આયુક્ત, તમામ 13 ઝોનના ડીસીપી, તમામ વિભાગના એસીપી, તમામ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ પોતપોતાના કાર્યક્ષેત્રમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઓપરેશન વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું હતું.

દરેક પોલીસ સ્ટેશનમાંથી વધુમાં વધુ મનુષ્યબળ તૈનાત કરવામાં આવ્યું હતું. પોલીસોની વિઝિબિલિટી વધારવા માટે ગુનાખોરી પ્રવૃત્તિઓ થતી હોય એવા ઠેકાણાઓ અને સંવેદનશીલ ભાગોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગેરકાયદે કામો વિરુદ્ધ 95 દરોડા, ધરપકડ અને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો