તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:15મી ફેબ્રુઆરીથી કોલેજો શરુ, 75 ટકા હાજરી ફરજિયાત નહીં

મુંબઈ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 50 ટકા હાજરી સાથે કોલેજો શરુ કરવાનો નિર્ણય લેવાયો

રાજ્યની કોલેજો શરૂ કરવા પરવાનગી આપવામાં આવી છે. 15 ફેબ્રુઆરીથી કોલેજો વિદ્યાર્થીઓની 50 ટકા હાજરીમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ કોરોનાનું સંકટ જોતા વિદ્યાર્થીઓને હાલ પૂરતા 75 ટકા હાજરીની શરત ફરજિયાત નહીં હોય એમ ઉચ્ચ અને તંત્ર શિક્ષણ મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું.

કોલેજો શરૂ કરતા એક મહત્ત્વની ભૂમિકા યુનિવર્સિટીઓની અથવા ખાનગી યુનિવર્સિટીઓની હોવી જોઈએ. યુજીસીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના ક્લાસની સંખ્યા, એમાં કેટલા વિદ્યાર્થીઓ બેસવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાના 50 ટકા રોટેશન પદ્ધતિથી વિદ્યાર્થીઓની સંખ્યા સહિત કોલેજો શરૂ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે પરવાનગી આપી છે. કોલેજો શરૂ કરવા યુજીસીએ કેટલીક ગાઈલાઈન્સ આપી છે. એમાં સૌથી મહત્ત્વની વાત એટલે સંબંધિત યંત્રણા, જિલ્લાધિકારીઓને પાયાભૂત સુવિધાની માહિતી આપવી જોઈએ. પોતાના જિલ્લામાં કોરોનાની સ્થિતિ જોઈન આ નિર્ણય જિલ્લાધિકારીએ લેવો જોઈએ.

અત્યારે હોસ્ટેલો શરુ નહીં થાય
કોલેજો શરૂ થાય છે ત્યારે હોસ્ટેલોનો જે પ્રશ્ન છે એ તબક્કાવાર શરૂ કરવાનો અધિકાર યુનિવર્સિટીઓને આપવામાં આવ્યો છે. પણ અત્યારે 15 ફેબ્રુઆરીના ફક્ત કોલેજો જ શરૂ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા ઓનલાઈન અથવા ઓફ્ફલાઈન, એટલે કે વિદ્યાર્થીઓની સગવડ અનુસાર લેવામાં આવે એવી ચર્ચા યુનિવર્સિટીઓના ડીનની બેઠકમાં થઈ હતી. તેથી આ નિર્ણય યુનિવર્સિટીઓએ લેવો. તેમ જ વિદ્યાર્થીઓ માટે બંને વિકલ્પ કુલ્લા રાખવા એવી પરવાનગી મહારાષ્ટ્ર સરકારે આપી છે એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો