તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:રાજ્યમાં આજથી કોલેજો શરૂ, પણ મુંબઈમાં બંધ જ રહેશે

મુંબઇ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાએ 22 ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય લેશે એમ મુંબઈ યુનિ.ને જણાવ્યું

રાજ્ય સરકાર દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા પરિપત્રક અનુસાર સોમવાર, 15મી ફેબ્રુઆરીથી રાજ્યભરની કોલેજોના કેમ્પસ ખૂલી જવાના હતા, પરંતુ કોરોના કેસ વધવાને કારણે રાજ્યના કોલેજો સોમવારથી ખૂલશે પરંતુ મુંબઈમાં બંધ રહેશે, જે અંગે 22મી ફેબ્રુઆરી સુધી આખરી નિર્ણય લેવાશે એવી માહિતી મહાપાલિકા દ્વારા મુંબઈ યુનિવર્સિટીને આપવામાં આવી છે.

પાલઘર અને રાયગઢ જિલ્લામાં કોલેજો સોમવારથી શરૂ થઈ જશે, પરંતુ મુંબઈમાં કોલેજો ફરીથી શરૂ કરવાની બાબતમાં મહાપાલિકા સાવચેતી લઈ રહી છે, એમ મુંબઈ યુનિવર્સિટીએ જણાવ્યું હતું.મુંબઈ ઉપરાંત થાણે જિલ્લામાં આવતા થાણે (શહેર અને ગ્રામીણ), નવી મુંબઈ, મીરા- ભાયંદર, કલ્યાણ અને ઉલ્હાસનગર મહાપાલિકા હેઠળની કોલેજો પણ સોમવારથી નહીં ખૂલશે. થાણેના જિલ્લાધિકારી રાજેશ નાર્વેકરે જણાવ્યંુ હતું કે જિલ્લા હેઠળ આવતી બધી છ મહાપાલિકાઓ પાસેથી ફીડબેકની અમે હજુ રાહ જોઈ રહ્યા છીએ. અમે સ્થાનિક સ્તરે કોવિડ-19ની સ્થિતિનું આકલન કરી રહ્યા છીએ અને તેથી 15મી ફેબ્રુઆરીથી કોલેજો શરૂ નહીં કરવામાં આવે છે. ગ્રામીણ ભાગોમાં અમે એક સપ્તાહમાં કોલેજ શરૂ કરીશું.દરમિયાન મુંબઈ યુનિવર્સિટી હેઠળના રાયગઢ અને પાલઘર જિલ્લાના કોલેજ કેમ્પસ સોમવારથી શરૂ થશે. રાયગઢ જિલ્લાનાં કલેકટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે સરકારી આદેશ અનુસાર કોલેજો શરૂ કરવા પરવાનગી આવી છે. જોકે રત્નાગિરિમાં મંજૂરી આપી નથી.ગયા માર્ચમાં લોકડાઉન જાહેર કરાયો ત્યારથી કોલેજો બંધ છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો
સોમવારથી રાજ્યના અન્ય ભાગોમાં કોલેજો શરૂ થવાની છે, પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ નિશ્ચિત સમયમાં જ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવાતા હોવાથી લેક્ચરમાં કઈ રીતે હાજરી આપશે એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. દરમિયાન કોલેજ એલુમની સ્ટુડન્ટ્સ એસોસિયેશન એસઆઈઈએસે જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ની માર્ગદર્શિકા અનુસાર કેમ્પસમાં લેકચરમાં હાજરી આપવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગોના પીએચડી અને સંશોધનના વિદ્યાર્થીઓ અને આખરી વર્ષના વિદ્યાર્થીઓને અગ્રતા આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો