તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોના વેક્સિનના કોલ્ડ સ્ટોરેજનું કામ જાન્યુઆરી 2021માં પૂરું થશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રસી માટે 20 ક્યુબિક મીટરનું વોક ઈન ફ્રીઝર પણ લગાડવામાં આવશે

કોવિડ-19ની સંભવિત રસીકરણના કાર્યક્રમ માટે રસીનો સંગ્રહ કરવા કાંજુરમાર્ગ ખાતે કોલ્ડ સ્ટોરેડ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ કામ જાન્યુઆરી 2021 સુધી પૂરું કરવામાં આવશે. કોવિડ-19ની રસીના સંગ્રહ માટે કાંજુરમાર્ગ પરિવાર કોમ્પ્લેક્સમાં એક અત્યાધુનિક કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવામાં આવી રહ્યું છે. એના માટે કોમ્પ્લેક્સના પાંચ માળાઓમાંથી ત્રણ માળા કોલ્ડ સ્ટોરેજ સેંટર માટે મહાપાલિકા તરફથી નિશ્ચિત કરવામાં આવ્યા છે. બહારના વાતાવરણની રસી પર કોઈ જાતની અસર ન થાય એ માટે અહીં 2 થી 8 ડિગ્રી સેલ્સિયશ તાપમાનવાળા 40 ક્યુબિક મીટરના 2 વોક ઈન કુલર લગાડવામાં આવશે. એ સાથે જ માઈનસ 15 થી માઈનસ 25 ડિગ્રી તાપમાનવાળું 20 ક્યુબિક મીટરનું વોક ઈન ફ્રીઝર લગાડવામાં આવશે.

આ કોલ્ડ સ્ટોરેજ દિવસે સૌર ઉર્જા પર ચાલશે અને રાત્રે વીજળી પર ચાલશે. એના લીધે વીજળીની બચત થઈને પર્યાવરણને ટેકો મળશે. ઉપરાંત અચાનક વીજ પુરવઠો ખંડિત થશે તતો એના માટે દરેક યુનિટ દીઠ સ્વતંત્ર ડીજે સેટની વ્યવસ્થા કરવામાં આવશે. બૃહન્મુંબઈ મહાપાલિકા તરફથી કાંજુરમાર્ગ (પૂર્વ) ખાતે નિશ્ચિત કરવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજની જગ્યાનું નિરીક્ષણ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે કર્યું હતું અને કામનો કયાસ કાઢ્યો હતો. આ કોલ્ડ સ્ટોરેજમાં મુંબઈ માટે જરૂરી કોવિડ-19ની રસીનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરવાની ક્ષમતા હશે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર એડવોકેટ સુહાસ વાડકર, આરોગ્ય સમિતિના અધ્યક્ષા પ્રવીણા મોરજકર, સ્થાનિક નગરસેવિકા સુવર્ણા કરંજેકર, નગરસેવક અમેય ઘોલે, સહાયક આરોગ્ય અધિકારી (રસીકરણ વિભાગ) ડો. શીલા જગતાપ, ડો. અવિનાશ અંકુશ, ડો. રાજુસિંઘ રાઠોડ તેમ જ સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો