ઓબીસી અનામત વિના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણી યોજવાના કામમાં ઝુંપી ગયું છે. મુંબઈમાં વધારાના 9 સભ્ય સંખ્યા તેમ જ વોર્ડ રચનાની નિશ્ચિતિની અધિસૂચના જારી કરવામાં આવી છે. તેથી મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણી માટે 236 નગરસેવકોની સંખ્યા પર ફરીથી મંજૂરીનો સિક્કો લાગ્યો છે.
ચૂંટણી પંચે આ પહેલાં મહાપાલિકાને વોર્ડ રચના નિશ્ચિતી અને વધારાના સભ્ય સંખ્યા માટે સમિતિ સ્થાપવાનો આદેશ આપ્યો હતો. એ અનુસાર મહાપાલિકાએ સમિતિ નિમીને નવા વોર્ડની રચના પર વાંધા અને સૂચના મગાવ્યા હતા. આવેલી સૂચના અને વાંધાનો અહેવાલ સમિતિએ રાજ્ય ચૂંટણી પંચને દાખલ કર્યો હતો.
એ પછી પંચે જૂના 227 સભ્યની સંખ્યામાં 9 ઉમેરીને 236 સભ્ય સંખ્યા અને વોર્ડ સીમારેખાની અંતિમ અધિસૂચના જાહેર કરી હતી.દરમિયાન સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં ચૂંટણીની તારીખ જાહેર કરો એવો નિર્દેશ આપ્યો હતો. ઓબીસી અનામત વિના ચૂંટણી લેવા માટે સરકારે અસહમતી દર્શાવી હતી. આ સંદર્ભે વિધાનમંડળમાં કાયદો મંજૂર કરવામાં આવ્યો છે. એના પર રાજ્ય સરકાર શું ભૂમિકા લેશે એના પર બધાનું ધ્યાન લાગેલુ છે.
નવા 9 વોર્ડ કયા?
ભાજપે આ પહેલાં ઓબીસીને 27 ટકા સીટ આપવાનું જાહેર કર્યું છે. નવેસરથી વધનારા 9 વોર્ડમાંથી 3 શહેર ભાગમાં, 3 પશ્ચિમ ઉપનગરમાં અને 3 પૂર્વ ઉપનગરમાં વધ્યા છે. શહેરમાં વરલી, પરેલ અને ભાયખલા, પશ્ચિમ ઉપનગરમાં બાન્દરા, અંધેરી, દહિસર અને પૂર્વના ઉપનગરમાં કુર્લા, ચેંબુર, ગોવંડી એમ નવા વોર્ડ છે.
નવા વોર્ડની રચનામાં અનામત
જાહેર વર્ગ 219, અનુસૂચિત જાતી 15, અનુસૂચિત જમાતી 2 તથા મહિલાઓ માટે 50 ટકા અનામતમાં જાહેર વર્ગ 118, અનુસૂચિત જાતી 15 અને અનુસૂચિત જમાતી 2
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.