નિવેદન:ગઠબંધન સરકારે ઓબીસીની પીઠમાં ખંજર ભોંક્યુઃ પાટીલ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે ભાજપ ઓબીસીને 27 ટકા અનામત આપશે

સુપ્રીમ કોર્ટના બુધવારના આદેશથી સ્પષ્ટ થઈ ગયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઓબીસી અનામત વિના યોજાશે. શિવસેના- કોંગ્રેસ- એનસીપીની મહાવિકાસ આઘાડી સરકારે ઓબીસી સાથે છેતરપિંડી કરી છે અને તેની પીઠમાં ખંજર ભોંક્યું છે. જોકે આગામી ચૂંટણીમાં ભાજપ ઓબીસીને 27 ટકા ટિકિટ આપીને આ સમુદાયને ન્યાય આપશે. પાટીલે કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતી વેળા આ ખાતરી આપી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશને કારણે હવે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે. ભાજપ હંમેશાં ચૂંટણી માટે તૈયાર છે. અમે ચૂંટણી લડીશું અને તેમાં ભાજપની ઉમેદવારી આપતી વખતે દરેક સ્થાનિક સંસ્થાની કુલ બેઠકોમાંથી 27 ટકા બેઠકો પર ઓબીસીને ટિકિટ આપીને આ સમુદાયને ન્યાય અપાવીશું.થોડા સમય પહેલા જ્યારે છ જિલ્લા પરિષદોની ઓબીસી અનામત બેઠકો રદ કરવામાં આવી હતી અને પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારે એ ઓપન થયેલ ઓબીસી બેઠકો પર ભાજપે ઓબીસીને જ ટિકિટ આપીને ચૂંટ્યા હતા.

ઓબીસી સાથે છેતરપિંડી : તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે 4 માર્ચ, 2021ના રોજ ઓબીસી રાજકીય અનામતને રદ કરી દીધી હતી. કોર્ટ દ્વારા નિર્ધારિત ટ્રિપલ ટેસ્ટ પૂર્ણ કરીને આ અનામતને ફરીથી લાગુ કરી શકાય છે. જો મહાવિકાસ આઘાડી સરકારે તે મુજબ પ્રયોગમૂલક ડેટા એકત્રિત કરીને ટ્રિપલ ટેસ્ટ પૂર્ણ કરી હોત તો ઓબીસીનું રાજકીય અનામત ફરી ઉભરી આવ્યું હોત.

રાજે યોગ્ય મુદ્દા ઉઠાવ્યા છે
તેમણે કહ્યું કે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ યોગ્ય મુદ્દા ઉઠાવ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની માગણી કરી હતી. મોટા અવાજે હનુમાન ચાલીસા માટેના તેમના અનુરોધને સરકાર તરફથી મળેલા પ્રતિસાદથી સ્પષ્ટ થઈ ગયું કે બંને સમુદાયોને અલગ અલગ ન્યાય આપવામાં આવી રહ્યો છે. હનુમાન ચાલીસા બોલો એટલે દેશદ્રોહનો કેસ દાખલ કરવાનો આ શું પ્રકાર છે? આ મુજબનો પ્રશ્ન પૂછી પાટીલે કહ્યું કે બાબરી મસ્જિદ- રામ જન્મભૂમિ આંદોલનમાં હજારો બલિદાન આપ્યા, લાખો લોકોએ સત્યાગ્રહ કર્યો પણ હિન્દુ સમાજ અટક્યો નહીં. સરકારે આ ન ભૂલવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...