તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:ત્રીજી લહેરમાં પણ વ્યવસ્થા જાળવવા CMની સૂચના

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉદ્યોગપતિઓ સાથે બેઠક અને કામદારોના રહેવાની વ્યવસ્થાની ભલામણ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ રાજ્યના તમામ ઉદ્યોગધંધા ચાલુ રહે એ માટે જિલ્લાના મોટા ઉદ્યોગપતિઓ સાથે બેઠક લઈને નિયોજન કરો. જે ઉદ્યોગોના પ્રાંગણમાં કામદારોની રહેવાની વ્યવસ્થા કરવી શક્ય છે તેમણે સમયસર નિયોજન કરવું અને જે ઉદ્યોગપતિઓ માટે શક્ય નથી તેમણે કંપનીની આસપાસના પરિસરમાં કામદારોની રહેવાની વ્યવસ્થા કરવી. એના માટે ઉદ્યોગોને જરૂરી સહયોગ કરવાની સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના વિભાગીય આયુક્ત અને જિલ્લાધિકારીઓને આપી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લાધિકારી, તમામ વિભાગીય આયુક્ત, મહાપાલિકા આયુક્ત અને પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરીને કોરોનાના સ્થિતિનો કયાસ કાઢ્યો હતો. કોરોનાની બે લહેરનો આ સમય સંયમ અને શિસ્ત માટે મહત્ત્વનો છે. આ સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થવાથી થોડા પ્રમાણમાં આર્થિક વ્યવહાર શરૂ કરી રહ્યા છીએ છતાં ખૂબ સાવચેતીથી આગળ જવાની જરૂર છે. ઉદ્યોગો અને આર્થિક વ્યવહારો ચાલુ રહે એ માટે કામદારોનું આવવું-જવું એ તેમના કામના ઠેકાણા અને ઘર સુધી મર્યાદિત રહે એ જરૂરી છે. ે

તમામ પ્રક્રિયાઓ ઝડપી બનાવવા સૂચના
મુખ્યમંત્રીએ જિલ્લા પ્રમાણ ઓક્સિજનની તૈયારીનો કયાસ પણ કાઢ્યો હતો. તેમણે ઓક્સિજન નિર્મિતી, એનો સ્ટોક અને દર્દીઓની સંખ્યા વધે તો કરવાની પૂર્વતૈયારી જેવી તમામ પ્રક્રિયાઓ ઝડપી બનાવવાની સૂચના જિલ્લાધિકારીઓને આપી હતી. તેમ જ આશા-આંગણવાડી સેવિકા અને આરોગ્ય કર્મચારીઓ મારફત ગામેગામ જનજાગૃતિ કરીને કોરોના પ્રતિબંધક રસીનો પહેલો ડોઝ લેનાર તમામ જણ બીજો ડોઝ સમયસર લે એ માટે પ્રોત્સાહિત કરવા. તેમ જ અહમદનગર જિલ્લાના પારનેર તાલુકામાં જિનોમ સિક્વેન્સી કરી લેવાનો નિર્દેશ પણ આરોગય્ વિભાગને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...