તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:CM ઠાકરે મારી પર નજર રાખે છેઃ કોંગ્રેસના નેતાનો ગંભીર આરોપ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય મંત્રીપદ, ગૃહ મંત્રીપદ તેમની પાસે છે, મને ચેનથી જીવવા નહીં દેશેઃ નાના પટોલેનો આક્ષેપ

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે મારી પર નજર રાખી રહ્યા છે એવો આરોપ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કર્યો છે. છેલ્લા થોડા દિવસથી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યને લીધે ચર્ચામાં રહેલા પટોલેના આ વક્તવ્યને લીધે નવો વિવાદ ઊભો થવાની શક્યતા છે. લોનાવાલામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે પટોલેએ આ ખળભળાટજનક વક્તવ્ય કર્યું હતું. સત્તામાં જોડે હોવા છતાં મુખ્ય મંત્રીપદ, ગૃહ મંત્રીપદ તેમની પાસે છે, એમ કહીને પટોલેએ મને ચેનથી જીવવા નહીં દેશે એમ પણ જણાવ્યું હતું.

સોનિયા ગાંધીએ મહારાષ્ટ્ર કોંગ્રેસની ભૂમિ હોવાનું જણાવ્યું છે. આપણે સત્તા લાવવાની છે. હું તેમને આશ્વાસન આપીને આવ્યો છું. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સત્તા લાવવાનો ધ્યેય છે. કોઈએ ગભરાવાનું કારણ નથી. ફોન ટેપિંગ વિશે મેં વિધાનસભામાં મુદ્દો ઉપાડ્યો હતો. અમુક લોકો મને ચેનથી જીવવા નહીં દેશે. સત્તામાં જોડે હોવા છતાં મુખ્ય મંત્રીપદ, ગૃહ મંત્રીપદ તેમની પાસે છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ઊભી થઈ રહી છે તે તેઓ જાણે છે. આઈબી (ઈન્ટેલિજન્સ બ્યુરો)નો રિપોર્ટ રોજ સવારે 9 વાગ્યે મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીના ઘરે આપવો પડતો હોય છે. બેઠકો ક્યાં થઈ રહી છે, ક્યાં આંદોલન ચાલી રહ્યાં છે, ક્યાં કેવી પરિસ્થિતિ છે તેની માહિતી આપવી પડે છે. હું અહીં છું તેનો રિપોર્ટ પણ તેમને ગયો હશે. રાત્રે 3 વાગ્યે મારી સભા પાર પડી તે કોઈને જાણ નહીં હોય પણ તેમને ખબર હશે, કારણ કે તેમની પાસે એવી વ્યવસ્થા છે, એમ પટોલેએ જણાવ્યું હતું.

શિવસેના, રાષ્ટ્રવાદી ચૂંટણી અંગે ચિંતા
મેં સ્વબળે ચૂંટણી લડવાની ઘોષણા કર્યા શિવસેના, રાષ્ટ્રવાદીના પગ નીચેથી જમીન સરકવા લાગી છે. ક્યાંક આપણને પાંજરામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે એવો આરોપ પણ તેમણે કર્યો હતો. લોનાવાલા ખાતે કાર્યકર્તા મેળાવડામાં તેમણે એમ પણ જણાવ્યું કે હું જે પણ બોલ્યો છું તેમાં પીછેહઠ કરવાનો નથી. સ્વબળે જ ચૂંટણી લડીશું. આથી તમે કામે લાગો. મુખ્ય મંત્રી ગઈકાલે શિવસેનાને કામે લાગવા માટે બોલ્યા. તો પછી હું બોલ્યો તો કેમ ત્રાસ થાય છે. તેઓ બોલે તો ચાલે, એમ ઠાકરે પર નિશાન સાધતાં તેમણેજણાવ્યું હતું.

અજિત પવાર પર પણ નિશાન
દરમિયાન અજિત પવાર પર પણ તેમણે નિશાન સાધ્યું હતું. હવે બારામતીવાળા પુણેના પાલકમંત્રી છે તેઓ કોનાં કામો છે, આપણાં કામો કરે છે. તે પછી આપણે સંપર્કમંત્રીને ધ્યાન આપવા કહીએ છીએ, પણ સંપર્કમંત્રીનું સાંભળવાનું કે નહીં તે તેમણે નક્કી કરવાનું હોય છે, કારણ કે સહી તેમની લાગે છે. સંપર્કમંત્રીની સહી ચાલતી નથી, એવો ટોણો પટોલેએ માર્યો હતો. જે લોકોને તડજોડ કરવી નહીં હોય, જોડે રહીને પણ પીઠમાં ખંજર ભોંકવાનું હોય તો આપણે કશું બોલવું નથી. તે ગુસ્સો આપણે તાકાત બનાવવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...