તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:ડ્રીમ્સ મોલ આગ પ્રકરણે કાર્યવાહીનો CMનો આદેશ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાંડુપ ખાતેના ડ્રીમ્સ મોલમાં લાગેલી આગના કારણે મોલની અંદર સનરાઈઝ હોસ્પિટલના 11 દર્દીઓના થયેલા મૃત્યુની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગંભીર નોંધ લીધી હતી. તેમણે ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિનો કયાસ કાઢ્યો હતો. આ સમયે તેમણે મૃતકોના કુટુંબીઓ માટે દિલસોજી વ્યક્ત કરી હતી અને દરેક વારસદારને રૂ. 5,00,000ની આર્થિક મદદ જાહેર કરી હતી.

ઉપરાંત રાજ્યમાં જે મોલ્સ કે અન્ય ઈમારતોમાં કોવિડ દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ ચાલુ છે એ તમામ ઠેકાણે અગ્નિસુરક્ષાની તત્કાળ તપાસ કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો. આ ઘટના અત્યંત કમનસીબ છે. આ સંદર્ભે જેમણે દુર્લક્ષ અને રેઢિયાળપણું કર્યું છે એ તમામ જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

વધતા કોવિડ સંક્રમણને કારણે વિવિધ ઈમારતોમાં તાત્પૂરતા સ્વરૂપમાં આ પ્રકારની ફિલ્ડ હોસ્પિટલોને પરવાનગી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો