તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લીન ચિટ:મંત્રી અનિલ પરબ સહિત RTOના વરિષ્ઠ અધિકારીઓને ક્લીન ચિટ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદી સસ્પેન્ડેડ આરટીઓ ઈન્સ્પેક્ટરે આશ્ચર્ય વ્યક્ત કર્યું, કોર્ટમાં આ લડાઈ ચાલુ જ રાખવા માટે ફરિયાદી મક્કમ
  • નાશિક RTOમાં ભ્રષ્ટાચાર પ્રકરણ : 5300 પાનાંનો અહેવાલ ડીજીપીને સુપરત કરાયો

આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ)માં કથિત ભ્રષ્ટાચાર પ્રકરણે નાશિક પોલીસે 5300 પાનાંનો અહેવાલ રાજ્યના પોલીસ પ્રમુખ પાસે સુપરત કર્યો છે. તેમાં 86 જણના જવાબ નાશિક ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હોઈ આરટીઓ સાથે સંબંધિત 79 અધિકારી અને કર્મચારીઓ, એક પોલીસ અધિકારી અને 6 અન્યોનો સમાવેશ થાય છે. ફરિયાદી સસ્પેન્ડેડ આરટીઓ ઈન્સ્પેક્ટર ગજેન્દ્ર પાટીલે 16 મે, 2021ના રોજ નાશિકના પંચવટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરટીઓમાં કથિત ભ્રષ્ટાચાર પ્રકરણે નાશિકમાં કોઈ ગુનો દાખલ કરાયો નથી એમ કહીને પોલીસે વરિષ્ઠ અધિકારીઓ સહિત પરિવહન મંત્રી અનિલ પરબને ક્લીન ચિટઆપી છે. નાશિક પોલીસના આ દાવાથી આંચકો લાગ્યો છે, એમ ફરિયાદી પાટીલે જણાવ્યું છે. પાટીલે 16 મે, 2021ના રોજ પંચવટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતી અરજી દાખલ કરી હતી. તેમાં આરટીઓ વિભાગમાં બદલીઓ, અધિકારીઓનાં કામકાજમાં અનિયમિતતા, આર્થિક વ્યવહાર સંબંધમાં ફરિયાદ કરી હતી. આ સાથે વરિષ્ઠ અધિકારીઓ સહિત પરબ પર આરોપ કર્યા હતા, જેને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

નાશિકમાં આ ગુનો થયો છે એવા પુરાવા આપીને પણ નાશિકમાં ગુનો દાખલ નથી એવું નિષ્પન્ન થાય તે આંચકાજનક છે. શરૂઆતમાં આ પ્રકરણ ગંભીર છે, તેની વ્યાપ્તિ મોટી છે એવો દાવો પોલીસ કરતી હતી. હવે કશું નિષ્પન્ન થયું નથી એવો દાવો કર્યો છે એ આશ્ચર્યજનક છે, એમ પાટીલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું.તપાસ સમિતિએ 45 દિવસ સુધી પૂછપરછકરી. મારી પાસેના પુરાવા મેં પાંચ દિવસ ચાલેલી પૂછપરછમાં રજૂ કર્યા. મારી રિટ પિટિશન કોર્ટમાં દાખલ છે.

મેં 16 મે, 2021ના રોજ પંચવટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી, જેની પર શરૂઆતમાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. આથી મુંબઈ હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરી હતી. આ પછી તપાસ સમિતિ નીમવામાં આવી હતી. હવે 45 દિવસમાં ગુનો દાખલ થયો નથી એવું કહેવું આંચકાજનક છે. મેં પુરાવા આપ્યા છે. તેમાં અનેકનાં નામ છે. જોકે તે પુરાવાનું શું થયું તેની મને જાણકારી નથી.મેં આપેલા પુરાવાની રાજ્યભર વ્યાપ્તિ છે. આથી જ સરકારી અધિકારીઓ, મંત્રી તેને માટે જવાબદાર છે. અનિલ પરબ સામે પણ પુરાવા આપ્યા છે. તેમની પર ગુનો દાખલ થવો જોઈએ, એમ પાટીલે જણાવ્યું હતું.

પોલીસના અહેવાલમાં શું છે ?
સસ્પેન્ડેડ આરટીઓ ઈન્સ્પેક્ટર ગજેન્દ્ર પાટીલે નાશિકના પંચવટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ તેમની ફરિયાદ એ ફક્ત નાશિક પૂરતી નથી. રાજ્યના આરટીઓના અન્ય વિભાગોમાં પણ આવી જ ગેરરીતિ થઈ હોવાની તેમણે ફરિયાદ કરી હતી. જોકે નાશિકમાં આવો કોઈ ગુનો થયોનથી, પરંતુ રાજ્યના અન્ય આરટીઓ વિભાગમાં શું થયું તેનો સંપૂર્ણ અહેવાલ નાશિક પોલીસે રાજ્યના પોલીસ પ્રમુખને સુપરત કર્યો છે. આથી નાશિકમાં ક્લીન ચિટ મળી હોવા છતાં રાજ્યના અન્ય વિભાગમાં શું બન્યું છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ બની રહેશે. જોકે હાલતુરંત નાશિકમાં આવો કોઈ ગુનો નથી એવી નોંધને લઈને વરિષ્ઠ અદિકારીઓ સહિત પરબને દિલાસો મળ્યો છે.

ફરિયાદી અધિકારીના ગંભીર આરોપ
ગજેન્દ્ર પાટીલે જણાવ્યું કે મેં આરોપ કર્યા હતા તે અધિકારી તડવીને સરકાર બચાવી રહી છે. પ્રશાસનમાં પ્રામાણિકતાથી કામ કરતી વખતે સમાજકંટકો દ્વારા અધિકારીઓને ત્રાસ આપવામાં આવે છે. મારી સાથે પણ આવું જ થયું હતું. મારી વિરુદ્ધ પણ અનેક આરોપ થયા હતા. ફરિયાદી થઈ હતી. જોકે હું બધામાંથી નિર્દોષ છૂટી ગયો છું. પોલીસના તપાસના અહેવાલથી મને સંતોષ નથી. મેં કોર્ટમાં લડાઈ ચાલુ રાખી હોઈ ન્યાય વ્યવસ્થા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...