નિર્ણય:મુંબઈની સ્કૂલોમાં 1થી 9 અને 11 ધોરણના ક્લાસ ફરીથી બંધ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરીથી ઓનલાઈન અભ્યાસ જોકે 10 અને 12 ધોરણના ક્લાસ ચાલુ રહેશે

મહાપાલિકાએ સોમવારે શહેરમાં કોવિડના વધતા જતા કેસોની વચ્ચે મુંબઈની શાળાઓમાં ધોરણ 1 થી 9 અને 11ના ક્લાસ 31મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકાએ તેના આદેશમાં એમ પણ જણાવ્યું છે કે 10 અને 12ના ક્લાસ ચાલુ રહેશે. ફક્ત 1થી 9 અને 11મા ધોરણ માટે જ ઓનલાઈન ક્લાસ ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

મુંબઈમાં કોવિડ અને ઓમિક્રોનના વધતા કેસોને કારણે મહાપાલિકા દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે મુંબઇ સહિત રાજ્યમાં કોવિડ-19 વાઈરસના કારણે શાળા-કોલેજો ખુલ્લી રાખવા અને બંધ રાખવા માટે વાંરવાર પરિપત્રો જાહેર થયા છે, તેના કારણે શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓમાં અસંમજસની સ્થિતિ પેદા થઇ રહી છે.આ અઠવાડિયાની શરૂઆતમાં ઘણી ખાનગી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની શાળાઓએ અગાઉ એક અઠવાડિયા સુધી ફરીથી ખોલવાનું ટાળવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈની શાળાઓએ, ખાસ કરીને ઉક્ત શાળાઓએ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. શહેરની શાળાઓએ ઑફફલાઇન વર્ગો માટે પાછા વિદ્યાર્થીઓને આવકારતાં પહેલાં માતા પિતાની સંમતિ માગી હતી. ઘણી શાળાઓએ 15 ડિસેમ્બર, 2021થી ઓફફલાઈન ક્લાસ ફરી શરૂ કર્યા હોવા છતાં અન્ય એવા પણ હતા જેમણે તે સમયે તેને સ્થગિત કરવાનું નક્કી કર્યું, કારણ કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના થોડા કેસ નોંધાયા હતા. મહાપલિકા દ્વારા ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ શાળાઓ દ્વારા પણ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુંબઈની શાળાઓમાં વિદ્યાર્થીના વાલી તરફથી હવે એક અલગ ટ્રેન્ડની જાણ થઈ રહી છે. ઘણા વાલીઓ તેમના સંતાનને ઑફફલાઇન શિક્ષણ માટે શાળાઓમાં જવા દેવા માગે છે કારણ કે તેઓ સતત ભણતરની ખોટથી કંટાળી ગયા છે, પરંતુ અન્ય એવા પણ છે કે જેમણે તેમના બાળકોને શાળાઓમાં મોકલવાની તેમની સંમતિ પાછી લઈ લીધી છે. આમ શાળાઓની સાથે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ જુદો જુદો મત વ્યકત કરી રહ્યા છે અને તેના કારણે વિદ્યાર્થીઓની કફોડી હાલત થઇ રહી છે.

મહાપાલિકાઓની સભાઓ ઓનલાઈન
દરમિયાન નગર વિકાસ વિભાગે સોમવારે જારી કરેલા આદેશ અનુસાર રાજ્યની નાગરી સ્થાનિક સંસ્થાઓની સભાઓ પ્રત્યક્ષ હાજરીમાં લેવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોરોના કેસ વધતાં હવે આ સભાઓ ઓનલાઈન લેવાની રહેશે. રાજ્યની બધી મહાપાલિકાની સર્વ બંધનકારક મહાસભા, સ્થાયી સમિતિ અને સર્વ વૈધાનિક સમિતિઓની સર્વ બંધનકારક બેઠકો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અથવા ઓનલાઈન પદ્ધતિથી જ લેવાની રહશે. એક મહિના પછી પરિસ્થિતિ જોઈને તે અનુસાર નિર્ણય લેવાશે, એમ એડિશનલ સેક્રેટરી સચિન ડી. સહસ્રબુદ્ધેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...