સુવિધા:નાળામાંથી કાદવ ઉલેચવાનું કામ નાગરિકો હવે ઘેરબેઠા જોઈ શકશે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની વેબસાઈટ પર લિન્કનો ઉપયોગ કરીને ધ્યાન રાખી શકાશે

મુંબઈમાં નાળામાંથી કાદવ કાઢવાનું કામ ચોમાસા પહેલાંની ઉપાયયોજનાના ભાગ તરીકે ઝડપથી ચાલુ છે. દરેક નાગરિક પોતાના વોર્ડમાં નાળામાંથી કાદવ ઉલેચવાના કામ કેવી રીતે કરવામાં આવે છે એ હવે સહેલાઈથી મુંબઈ મહાપાલિકાની વેબસાઈટ પર આપેલી લિન્કના માધ્યમથી જોઈ શકશે. આ લિન્કનો ઉપયોગ કરીને નાગરિકો મોબાઈલ પર પણ આ કામ ઘેરબેઠા જોઈ શકશે. શુક્રવાર 6 મેથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

મુંબઈમાં 5 નદીઓ અને 309 મોટા નાળાઓ છે. આ મોટા નાળાઓની લંબાઈ લગભગ 290 કિલોમીટર છે. મુંબઈમાં લગભગ 508 નાના નાળાઓ છે જેની લંબાઈ 605 કિલોમીટર છે. ઉપરાંત મહાપાલિકા ક્ષેત્રમાં રસ્તાની કોરે ગટર છે જેની લંબાઈ 2 હજાર 4 કિલોમીટર છે. નદીનાળામાંથી ભરાયેલો કાદવ દર વર્ષે ચોમાસા પહેલાં કાઢવામાં આવે છે અને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકવામાં આવે છે. મોટા નાળામાંથી લગભગ 4 લાખ 63 હજાર મેટ્રિક ટન અને નાના નાળા તથા ચોમાસામાં ગટરમાંથી 4 લાખ 24 હજાર મેટ્રિક ટન કાદવ કાઢવામાં આવે છે. કુલ 8 લાખ 88 હજાર મેટ્રિક ટન કાદવ મુંબઈની બહાર લઈ જવામાં આવે છે. એમાંથી 75 ટકા કાદવ ચોમાસા પહેલાં કાઢવા માટે મહાપાલિકા કટીબદ્ધ હોય છે.

કામના ફોટા-વિડિયો ઉપલબ્ધ
આ લિન્ક પર વોર્ડના દરેક નાળાની વિગતવાર માહિતી, દરેક નાળામાંથી કાઢેલ અને લઈ જવામાં આવેલ કાદવની વિગત, કાદવ લઈ જનારા દરેક વાહનનો ફોટો સહિત વિગત અને નાળામાંથી કાદવ કાઢવાનું કામ ચાલુ હોય એ સમયના ફોટા-વીડિયો નાગરિકો પોતાની સગવડ અનુસાર અને સહેલાઈથી દરરોજ જોઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...