ભાસ્કર વિશેષ:પ્રજાસત્તાક દિને જૈવવિવિધતા પર આધારિત ચિત્રરથ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે કવિતા અને સંગીતના રૂપમાં ચિત્રરથ રજૂ કરવામાં આવશે

આ વખતે પ્રજાસત્તાક દિવસે થનારી પરેડમાં મહારાષ્ટ્રનો જૈવવિવિધતા પર આધારિત ચિત્રરથ સહભાગી થશે, એવી માહિતી સાંસ્કૃતિક કાર્યમંત્રી અમિત દેશમુખે આપી છે. ભારત જૈવવિવિધતાથી સમૃદ્ધ દેશ હોઈ મહારાષ્ટ્રના ચાર મુખ્ય ભાગોમાં જૈવવિવિધતા પ્રચુર પ્રમાણમાં દેખાઈ આવે છે. વાતાવરણમાં થનારા ફેરફારનો વિચાર કરતાં પર્યાવરણના સંરક્ષણ માટે મહારાષ્ટ્ર આગળ છે.યુનેસ્કોએ માન્યતા આપેલી યાદીમાંમહારાષ્ટ્રના કાસ પઠારનો સમાવેશ થાય છે તેમ જ રાજ્ય સરકારે રાજ્યનાં પ્રાણી, પક્ષીઓ તેમ જ અન્ય જીવો માટે રાષ્ટ્રીય સ્તરે અભયારણ્ય અનામત રાખ્યું છે.

અનેક દુર્લભ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિ આ મહારાષ્ટ્રમાં મળી આવે છે.શેકરૂ મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી છે. હરિયાલ વિશેષ કબૂતર રાજ્ય પક્ષી તરીકે ઘોષિતકરવામાં આવ્યું છે. બ્લુ મોરમોન વિશેષ પ્રજાતિ રાજ્ય પતંગિયું તરીકે ઘોષિત કરનારું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. મહારાષ્ટ્રની આ જ જૈવવિવિધતા ચિત્રરથના માધ્યમથી રજૂ કરવામાં આવશે.

આ ચિત્રરથની સંકલ્પના, સાંસ્કૃતિક કાર્ય સંચાલનાલયની હોઈ તેની પર અનેક કલાકાર કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રની આ જ જૈવવિવિધતા ચિત્રરથના માધ્યમથી રજૂ કરવામાં આવશે. આ ચિત્રરથની સંકલ્પના, સાંસ્કૃતિક કાર્ય સંચાલનાલયની હોઈ તેની પર અનેક કલાકાર કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રનો વૈવિધ્યપૂર્ણ જૈવ વારસો કવિતા સંગીતના રૂપમાં રજૂ કરવામાં આવશે.

12 ફૂટનું રાજ્ય વૃક્ષ આંબાની પ્રતિમા
ચિત્રરથના અંતિમ ભાગમાં વૃક્ષની ડાળખી પર બેઠેલા રાજ્ય પ્રાણી શેકરૂની પ્રતિમા અને તેની પાછળ રાજ્ય વૃક્ષ આંબા વૃક્ષની પ્રતિમા આશરે 14થી 15 ફીટ ઊંચાઈ સુધી છે. આ જ રીતે દુર્લભ માળઢોક પક્ષી, મહારાષ્ટ્રમાં નવા મળી આવેલા ખેકડાની પ્રજાતિ, નવી મળેલી માછલી, વાઘ, આંબોલી ઝરણું અને ફ્લેમિંગો, માછલી, ગીધ, ઘુવડ પક્ષીઓની 4થી 5 ફૂટ ઊંચી પ્રતિકૃતિ છે. આ જ રીતે રચનાત્મક અને સુંદર કલાત્મક દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખીને અનેક જૈવવિવિધતા દેખાશે એવા દેખાવ તૈયાર કરાયા છે.

ચિત્રરથ પર 15 ફૂટનું શેકરૂ
આ વખતે ચિત્રરથ પર તુરંત નજરે પડે તેવું ભવ્ય બ્લુ મોરમોન પતંગિયાની 8 ફૂટ સુંદર પ્રતિકૃતિ છે. દોઢ ફૂટ દર્શાવનારું રાજ્ય ફૂલ તામ્હણના અનેક ગુચ્છ દર્શાવવામાં આવ્યા છે. તેની પર અન્ય નાનાં પતંગિયાંની પ્રતિમા છે. ચિત્રરથ પર 15 ફૂટ ભવ્ય શેકરૂ રાજ્ય પ્રાણી અને યુનસ્કોની યાદીમાં સમાવેશ ધરાવતા કાસ પઠારની પ્રતિમા દર્શાવવામાં આવી છે. ચિત્રરથમાં તુરંત દેખાય તેવા ભાગમાં કાસ પઠાર પર મળી આવતો સરડો સુપારબા 3 ફૂટ ઊંચો દર્શાવવામાં આવ્યો છે. તેની પાછળ રાજ્ય પક્ષી હરિયાલની પ્રતિમા દર્શાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...