તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન્યુમોકોકલની રસી મફત અપાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિનથી ન્યુમોનિયા અને અન્ય ન્યુમોકોકલ બીમારીથી રક્ષણ મળશે

મહાપાલિકાએ હવે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન્યુમોનિયા અને અન્ય ન્યુમોકોકલ બીમારીઓથી રક્ષણ આપતી ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન આપવાનો મોટો નિર્ણય લીધો છે. તેના આરોગ્ય કેન્દ્રો સહિત દવાખાનાં અને હોસ્પિટલોમાં આ રસી મફત અપાશે. મુંબઈમાં આવા આશરે દોઢ લાખથી વધુ બાળકો છે. આ બધા બાળકોને રસીનો લાભ અપાશે, એમ પશ્ચિમી ઉપનગરના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ બુધવારે જણાવ્યું હતું.આ રસીકરણની પૂર્વતૈયારીના ભાગરૂપ સંબંધિત કર્મચારીઓને પ્રશિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ક્ષેત્રીય સ્તરે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. રસી, સિરિંજીસ અને અન્ય સામગ્રીઓના વિતરણની વ્યવસ્થા કરવામાંઆવી રહી છે. આ પછી રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર રસીકરણ શરૂ કરવામાં આવશે.

હાલમાં બીસીજી, પોલિસી, હર્પિસ, સૂકી ખાંસી, ધનુર્વાત, હેપટાઈટિસ- બી, એચ ઈન્ફ્લુએન્ઝા- બી, રોટા વાઈરસ, અછબડા, રૂબેલા જેવી બીમારીઓ પર પ્રતિબંધાત્મક રસી અપાય છે. હવે તેમાં ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિનનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે ન્યુમોકોકલ ન્યુમોનિયા અને અન્ય ન્યુમોકોકલ બીમારીઓથી રક્ષણ આપશે.

પીસીવીનું સમયપત્રક આ મુજબ રહેશે
પીસીવી રસી ત્રણ ડોઝમાં અપાશે. બે પ્રાઈમરી ડોઝ 6 અઠવાડિયામાં, 14 અઠવાડિયામાં અને 1 બૂસ્ટર ડોઝ 9મા મહિનામાં આપવામાં આવશે. આ રસી બાળકોની જમણી જાંઘના સ્નાયુમાં અપાશે. પ્રથમ ડોઝ માટે આવતા 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયો, રોટા, આઈપીવી, પેંટા રસી જોડે અપાશે.

2010માં 1 લાખ બાળકોનાં મોત
ભારતમાં 2010માં ન્યુમોકોકલ બીમારીથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના 1 લાખ બાળકોનાં મોત થયાં હતાં. તે જ વર્ષે 5-6 લાખ બાળકોને ન્યુમોનિયા થયો હતો. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા વાઈરસને લીધે ન્યુમોકોકલ સંસર્ગજન્ય બીમારી થાય છે. આ બીમારીમાં ફેફસામાં થતો એક પ્રકારને ચેપ છે. તેને લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, હાંફ ચઢે છે, તાવ આવે છે અને ખાંસી પણ આવે છે. જો ગંભીર બને તો મગજનો તાવ, ન્યુમોનિયા સેપ્ટીસીમિયાથી મૃત્યુ પણ ઉદભવી શકે છે.

પીસીવી રસી ઉપલબ્ધ કરાઈ
કેન્દ્ર સરકારે સાર્વત્રિક રસીકરણમાં પીસીવી રસી ઉપલબ્ધ કરી આપી છે. નિયમિત રસીકરણ કાર્યક્રમમાં પીસીવીનો સમાવેશ કરવામાં આવશે. આ મુજબ ટૂંક સમયમાં જ મહાપાલિકાનાં આરોગ્ય કેન્દ્ર, મુખ્ય અને ઉપનગરીય હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં પણ રસી મફત અપાશે.

અન્ય સમાચારો પણ છે...