ભાસ્કર વિશેષ:12 થી 14 વર્ષના બાળકોને બીજો ડોઝ અપાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધાના રસીકરણમાં 47 ટકા બાળકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે

12 થી 14 વર્ષના વયજૂથના બાળકોનું કોરોના પ્રતિબંધાત્મક રસીના બીજા ડોઝના રસીકરણની શરૂઆત થઈ છે. બે દિવસમાં લગભગ 600 બાળકોએ રસીને બીજો ડોઝ લીધો છે. રાજ્યમાં 12 થી 14 વયજૂથનું રસીકરણ 16 માર્ચથી શરૂ કરવામાં આવ્યું હતું. બાળકોના રસીકરણને શરૂઆતમાં ઝાઝો પ્રતિસાદ મળ્યો નહોતો પણ ધીમે ધીમે પ્રતિસાદ વધતો રહ્યો. એક મહિનામાં આ વયજૂથના લગભગ 47 ટકા બાળકોનું પહેલા ડોઝનું રસીકરણ થયું છે.

સાંગલી જિલ્લામાં સૌથી વધારે એટલે કે 78 ટકા બાળકોએ પહેલો ડોઝ લીધો છે. એ પછીના ક્રમે નાશિક, ભંડારા, નગર, સાતારા, કોલ્હાપુર અને સિંધુદુર્ગ જિલ્લામાં 70 ટકાથી વધુ બાળકોએ રસી મૂકાવી છે. આ વયજૂથમાં બીજો ડોઝનું રસીકરણ 28 દિવસ પછી એટલે કે 13 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે.

બે દિવસમાં લગભગ 600 બાળકોને રસીનો બીજો ડોઝ મૂકવામાં આવ્યો હતો. એમાં થાણે જિલ્લામાં સૌથી વધુ 207 બાળકોને રસી મૂકવામાં આવી હતી. એ પછીના ક્રમે સાતારા, પુણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં બાળકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. મોટા ભાગના જિલ્લાઓમાં બાળકો હજી બીજો ડોઝ લેવા આવ્યા ન હોવાથી ત્યાં રસીકરણ શૂન્ય છે. મુંબઈમાં બે દિવસમાં 45 બાળકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.

12 થી 14 વર્ષના વયજૂથના બાળકોને કોબરેવેક્સ રસી આપવામાં આવે છે. રસીની એક વેઈલમાં 20 ડોઝ હોય છે. તેથી શરૂઆતમાં પ્રતિસાદ ઓછો હતો એ સમયે રસી વેડફાવાનું પ્રમાણે વધારે હતું. પણ બીજો ડોઝ શરૂ કરવામાં આવ્યો હોવાથી પ્રતિસાદ વધશે. તેથી રસી વેડફાવાનું પ્રમાણ ઓછુ થાય એવી શક્યતા હોવાનું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

નાશિક, કોલ્હાપુરમાં રસીકરણમાં વધારો
નાશિક જિલ્લામાં આ વયજૂથના બાળકોના રસીકરણમાં છેલ્લા આઠ દિવસમાં ઝડપ આવી છે. પહેલા ડોઝનું રસીકરણ 68 ટકા પરથી 76 ટકા થયું છે. કોલ્હાપુરમાં પણ રસીકરણને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એનું પ્રમાણ 68 ટકા પરથી 72 ટકા સુધી વધ્યું છે.

મુંબઈમાં ધીમી ગતિએ રસીકરણ
રાજ્યમાં 12 થી 14 વર્ષના વયજૂથના રસીકરણમાં મુંબઈમાં સૌથી ઓછું એટલે કે લગભગ 16 ટકા બાળકોએ રસી લીધી છે. એ પછી પરભણી, નાગપુર, નાંદેડ અને બુલઢાણા જિલ્લાનો સમાવેશ છે. બાળકોના રસીકરણને કેટલાક જિલ્લાઓમાં સારો પ્રતિસાદ મળે છે છતાં મુંબઈ સહિત 12 જિલ્લાઓમાં લગભગ 40 ટકા કરતા ઓછા બાળકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...