તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાણીનો નિકાલ વહેલી તકે કરવા મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનો ડિઝાસ્ટરને નિર્દેશ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અતિવૃષ્ટિની શક્યતાથી થાણે, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પાલઘર જિલ્લાધિકારી પાસે માહિતી લીધી

હવામાન વિભાગે આપેલી સૂચના પ્રમાણ મુંબઈ તેમ જ કિનારપટ્ટીના જિલ્લાઓમાં મંગળવારે રાતથી જ વરસાદની શરૂઆત થઈ હોઈ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ મહાપાલિકા કંટ્રોલ રૂમ તેમ જ થાણે, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પાલઘરના જિલ્લાધિકારીઓ પાસેથી પરિસ્થિતિની માહિતી મેળવી હતી.હવામાન વિભાગે ચોમાસાનું આગામન જાહેર કર્યું હોઈ આગામી ત્રણ દિવસ મધ્યમથી તીવ્ર વરસાદનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

અતિવૃષ્ટિની શક્યતા ધ્યાનમાં લેતાં રવિવારે મુખ્ય મંત્રીએ આપત્તિ વ્યવસ્થાપન વિભાગની બેઠક લઈને સર્વ યંત્રણાઓને સુસજ્જ કરી હતી અને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો હતો. આ મુજબ બુધવારે સવારે તેમણે સંબંધિત વિભાગો પાસેથી માહિતી લીધી હતી અને મુંબઈ તેમ જ કિનારપટ્ટીના જિલ્લાઓના નાગરિકોને અસુવિધા નહીં થાય તે માટે પ્રશાસને તુરંત પગલાં લેવાં અને જ્યાં જરૂરી હોય ત્યાં મદદકાર્ય વ્યવસ્થિત ચાલુ રહેશે તેની ખાતરી રાખવા જણાવ્યું હતું.

દર્દી સેવામાં અવરોધ ન થવા દેવા નિર્દેશ
કોવિડ સહિત કોઈ પણ સ્વરૂપની દર્દી સેવામાં અવરોધ પેદા નહીં થાય તેનું ધ્યાન રાખવાનો પણ તેમણે નિર્દેશ આપ્યો છે. મુંબઈનાં પમ્પિંગ સ્ટેશન્સ કાર્યરત રહે અને જમા થયેલું પાણી તુરંત નિકાલ કઈ રીતે થઈ શકે તે તુરંત જોવું અને જોરદાર વરસાદને લીધે અમુક ઠેકાણે ટ્રાફિક મંદ અથવા અટકેલો હોય તો ત્યાં પોલીસ અને અન્ય યંત્રણાઓએ તુરંત કાર્યવાહી કરીને અવરોધ દૂર કરવા એવી સૂચના પણ તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...