તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:શબાના આઝમી સાથે શરાબ ડિલિવરી મંચ દ્વારા છેતરપિંડી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પીઢ અભિનેત્રી શબાના આઝમીએ શરાબ ડિલિવરી કરતા મંચે તેની સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ ગુરુવારે કર્યો હતો. ટ્વિટર પોસ્ટમાં આ 70 વર્ષીય અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેણે મંચ પર શરાબ માટે ઓર્ડર આપ્યો હતો, પરંતુ તે પ્રાપ્ત નહોતો. આમ, લિવિંગ લિક્વિડ્ઝ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ કર્યો છે.

સાવધાન રહો, તેમણે મારી સાથે છેતરપિંડી કરી છે. મેં લિવિંગ લિક્વિડ્ઝ પર ઉપલક રકમ ચૂકવી હતી. મેં ઓર્ડર કરેલી ચીજો મને પ્રાપ્ત થઈ નહીં ત્યારે મેં કોલ કરીને કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે મારા ફોન કોલ્સ લેવાનું બંધ કરી દીધું છે, એમ શબાનાએ ડિલિવરી મંચ સાથે પોતાની લેણદેણની વિગતો શેર કરતાં લખ્યું છે.અભિનેત્રીએ જોકે લેણદેણની રકમનો ઉલ્લેખ કર્યો નથી અને તેમણે આ મામલે ફરિયાદ કરી છે કે નહીં તેની પણ જાણકારી આપી નથી. ભૂતકાળમાં અક્ષય ખન્ના, નરગિસ ફખરી અને કરણ સિંહ ગ્રોવર સહિત બોલીવૂડની ઘણી બધી સેલિબ્રિટીઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની છે. કામને મોરચે શબાના સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા અભિનિત પ્રેમકથા શીર કોરમામાં ટૂંક સમયમાં જ જોવા મળવાની છે.

અન્ય સમાચારો પણ છે...