ભાસ્કર વિશેષ:અન્નના કચરામાંથી ઈલેક્ટ્રિક વેહિકલનું ચાર્જિંગ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં આ પ્રકારનો મુંબઈમાં સૌપ્રથમ પ્રકલ્પ, જે રાજ્યભરમાં વિસ્તારાશે

મુંબઈ મહાનગરના પર્યાવરણ સંવર્ધન માટે અને સ્વચ્છ- સુંદર મુંબઈ માટે એક પછી એક ઉપક્રમ હાથ ધરતી મહાપાલિકા દ્વારા સોમવારે અનોખા ઉપક્રમનો આરંભ કર્યો. ડી વોર્ડના કેશવરાવ ખાડ્યે માર્ગ પર અન્નના કચરામાંથી વીજ નિર્મિતી કરનારા પ્રકલ્પને ઈલેક્ટ્રિક વેહિકલ ફાસ્ટ ચાર્જોિંગ સ્ટેશનની જોડ આપવામાં આવી છે. આ પ્રકારનું ભારતમાં આ પ્રથમ જ ચાર્જિંસ સ્ટેશન છે, જેનું લોકાર્પણ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને હસ્તે કરવામાં આવ્યું હતું.

આ નિમિત્તે આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે ફૂડ વેસ્ટમાંથી નિર્મિત વીજનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જ કરનારનું ભારતમાં આ પ્રથમ કેન્દ્ર છે. આવું કેન્દ્ર મુંબઈ પછી રાજ્યભરમાં ઠેકઠેકાણે ઊભું કરવામાં આવશે. ખાસ કરીને હાઈવે પર તેનો અગ્રતાથી વિચાર કરવામાં આવશે. તેમાંથી ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને ગતિ મળશે. આ સાથે સેન્દ્રિય, જૈવિક સ્વરૂપના કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પણ થઈ શકશે. ડી વોર્ડ અને એરોકેર ક્લીન એનર્જીના સંયુક્ત ઉપક્રમે આ પ્રકલ્પ સાકાર કરવામાં આવ્યો છે.

હાજી અલી વિસ્તારમાં કેશવરાવ ખાડ્યે માર્ગ પર માંસાહેબ સ્વ. સૌ. મીનાતાઈ ઠાકરે ઉદ્યાન નજીક મહાપાલિકાએ ફેંકી દેવામાં આવેલા અન્ન (ફૂડ વેસ્ટ)માંથી વીજ નિર્મિતી પ્રકલ્પ ઊભો કર્યો છે. આ પ્રકલ્પનો શુભારંભ સપ્ટેમ્બર 2021માં આવ્યો હતો. તે સમયથી હમણાં સુધી આશરે દોઢ કિલોથી વધુ ફેંકી દેવામાં આવેલા અન્નપદાર્થો પર પ્રક્રિયા કરીને વીજ નિર્મિતી કરવામાં આવી છે.

પર્યાપ્ત દરે ચાર્જિંગની સુવિધા
આ પ્રકલ્પમાંથી તૈયાર થનારી વીજ હવે ઈલેક્ટ્રિક વાહનો માટે ઉપયોગમાં આવશે. આ વીજ નિર્મિતી પ્રકલ્પને જોડીને ઈલેક્ટ્રિક વેહિકલ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે, જેનું પણ સોમવારે લોકાર્પણ કરાયું છે. આ પ્રકારનું ભારતમાં આ સૌપ્રથમ ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન છે.

આ ઠેકાણે ચાર્જિંગ માટે બે પોઈન્ટ છે, એટલે કે, એક સમયે બે વાહન અને તે પણ ઝડપથી ચાર્જ થઈ શકશે. માફક દરમાં આ ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે. આ લોકાર્પણ સમયે પર્યાવરણના ડેપ્યુટી કમિશનર સુનીલ ગોડસે, ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત ગાયકવાડ, એરોકેર ક્લીન એનર્જીના સ્થાપક અંકિત ઝવેરી વગેરે હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...