મુંબઈ બેંક છેતરપિંડી કેસમાં ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકર અને અન્ય બે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં અન્ય બેનાં નામ પણ સામેલ હોવાનું જાણવા મળે છે. પ્રવીણ દરેકર વિરુદ્ધ 904 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.મુંબઈ પોલીસે આ કેસમાં કુલ 29 સાક્ષીદારો નોંધ્યા છે.
તેમાં 3 પોલીસ અધિકારીઓ, એક ડેપ્યુટી કલેક્ટર, કેટલાક સરકારી અધિકારીઓ અને મુંબઈ બેંકના કેટલાક કર્મચારીઓ સામેલ છે. દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ધનંજય શિંદેએ દરેકર વિરુદ્ધ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દરેકરે બોગસ દસ્તાવેજો આપીને મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ચાર્જશીટમાં ભાજપના પ્રવીણ મર્ગજ અને શ્રીકાંત કદમનો પણ ઉલ્લેખ છે. એમઆરએ માર્ગ પોલીસે કોર્ટમાં 904 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
આપ નેતા ધનંજય કાપસેએ દરેકર વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો હતો અને તેમણે આરોપ લગાવ્યો હતો કે, દરેકરે 1997માં પ્રતિજ્ઞા સહકારી સોસાયટીના સભ્ય તરીકે મજૂર તરીકે નોંધણી કરાવી હતી. ત્યાર પછી તેમણે દસ વર્ષ સુધી બેંકના ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમના પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પણ રેકોર્ડ જાળવવાનો આરોપ હતો.
ચાર્જશીટમાં કઈ કલમ છે?
પ્રવીણ દરેકર ઉપરાંત પ્રવીણ મર્ગજ અને શ્રીકાંત કદમનાં નામ પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે કથિત મુંબઈ બેંક લેબર કેસમાં શુક્રવારે બેલાર્ડ પિયર મેટ્રોપોલિટન કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 199, 200, 406, 417, 420, 465, 468, 471 અને 120-બી હેઠળ કુલ 904 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.