કાર્યવાહી:દેશમુખને માહિતી આપનાર અધિકારી સામે ચાર્જશીટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SI અભિષેકે માહિતી સામે આઈફોન લીધો હતો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સંવેદનશીલ અને ગોપનીય માહિતી અને દસ્તાવેજો લીક કરીને 95,000 રૂપિયાનો આઇફોન 12 પ્રો લેવાના આરોપ હેઠળ સીબીઆઇએ તેના સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારી સામે ચાર્જશીટ ફાઈલ કરી છે. 17 ડિસેમ્બર શુક્રવારે દિલ્હીમાં રોહિણી એવેન્યુ કોર્ટમાં સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ સંજીવ અગ્રવાલ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.તિવારી પર સીબીઆઈની પ્રારંભિક તપાસ (પીઇ)માં રિપોર્ટને લીક કરવાનો આરોપ છે. પીઈ અહેવાલમાં જણાવાયું છે કે ભૂતપૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા બોમ્બે હાઈ કોર્ટમાં દેશમુખ સામે ભ્રષ્ટાચાર માટે કોઇ જાણકારી આપવામાં આવી નથી.

એજન્સીએ દેશમુખના વકીલ આનંદ દિલીપ ડાંગા સામે ચાર્જશીટ પણ દાખલ કરી, જે પુણેમાં તે સમયે ફરજ બજાવતા ડેપ્યુટી ઇન્સ્પેક્ટરને આઇફોનની લાંચ આપવા માટે દાખલ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દેશિત અનિલ દેશમુખ સામે પ્રારંભિક તપાસમાં સીબીઆઇએ વર્ણન કર્યું છે, કે કેવી રીતે ડાંગા અને તિવારીએ ઉલ્લંઘન કર્યું છે, બંને સપ્ટેમ્બરમાં ધરપકડ પછી ન્યાયિક કસ્ટડીમાં છે. સીબીઆઇએ ચાર્જશીટમાં શું કહ્યું : સીબીઆઇએ કહ્યું કે ડાંગાએ તિવારી સાથે એક બેઠક યોજી હતી અને તેનો ભરોસો જાળવવા માટે ગેરકાયદેસર રીતે એક આઇફોન આપ્યો હતો.

સીબીઆઇએ દાવો કર્યો હતો કે સીબીઆઈ સબ-ઇન્સ્પેક્ટર તિવારીએ અનિલ દેશમુખના વકીલની તપાસના દસ્તાવેજો અને વિગતો લીક કર્યા હતા. આમાં દસ્તાવેજોની નકલો, સીલિંગ-અનસિલિંગ મેમોરેન્ડમ, સ્ટેટમેન્ટ્સ, જપ્તી મેમો, અને તપાસથી સંબંધિત અન્ય દસ્તાવેજો જેવી દસ્તાવેજોની નકલો સામેલ છે.સીબીઆઇએ કહ્યું કે તિવારીએ લાંચ સ્વીકારીને જાહેર ફરજનું અયોગ્ય પ્રદર્શન કર્યું છે.

સીબીઆઇએ કથિત આઇફોનની ખરીદીના પુરાવાને પણ જોડ્યા છે અને દાવો કર્યો છે કે તે વ્હોટ્સએપ ચેટ્સ દ્વારા સમર્થન મળ્યું હતું.સીબીઆઇએ જણાવ્યું હતું કે, તિવારીને પૂછપરછના ભાગરૂપે કેસ સંવેદનશીલ દસ્તાવેજોના કબજામાં સોંપવામાં આવી હતી અને તપાસમાં આ વિગતો ઘણા પ્રસંગોએ વોટસએપ દ્વારા અનિલ દેશમુખના વકિલ ડાંગાને શેર કરી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે લીક થયેલા રિપોર્ટમાં દેશમુખને ક્લીન ચિટ આપવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.એથી સીબીઆઇ તપાસ પણ પ્રશ્ન હેઠળ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...