તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Chargesheet Against Omkar Directors On Fraud Issue, Actor Sachin Joshi Also Named In Chargesheet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:છેતરપિંડી મુદ્દે ઓમકારના ડાયરેક્ટરો સામે ચાર્જશીટ, અભિનેતા સચિન જોશીનું પણ ચાર્જશીટમાં નામ

મુંબઈ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

રૂ. 400 કરોડથી વધુનું યેસ બેન્કનું લોનનું ભંડોળ અનધિકૃત રીતે અન્યત્ર વાળવાના કેસમાં મુંબઈ સ્થિત રિયાલ્ટી ગ્રુપ ઓમકાર રિયાલ્ટર્સ એન્ડ ડેવલપર્સ સામે મની લોન્ડરિંગની તપાસ સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ગુરુવારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.મુંબઈમાં વિશેષ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં ઓમકારના ચેરમેન કમલ કિશોર ગુપ્તા, મેનેજિંગ ડાયરેક્ટર બાબુલાલ વર્મા, અભિનેતા નિર્માતા સચિન જોશી (વાઈકિંગ ગ્રુપનો પણ પ્રમોટર) અને તેમની કંપનીઓનાં નામ છે.

અગાઉ ઈડી દ્વારા ઓમકાર ગ્રુપના પ્રમોટરોનાં સંકુલો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને કેસમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. ઔરંગાબાદ પોલીસમાં ગુપ્તા અને વર્મા સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને આધારે ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુપ્તા અને વર્માએ આનંદનગર એસઆરએ (ઝૂંપડપટ્ટી પુનર્વસન સત્તા) સીએચએસના રિડેવલપમેન્ટ માટે રૂ. 410 કરોડની લોન યેસ બેન્ક પાસેથી લેવામાં આવી હતી, જે છેતરપિંડીથી અન્ય કામો માટે અન્યત્ર ફેરવવામાં આવી હતી, એમ ઈડીનું કહેવું છે.

યેસ બેન્કના નિયમો અને શરતો અનુસાર રૂ. 410 કરોડની લોનની રકમ વડાલામાં આનંદનગર એસઆરએ સીએચએસ ખાતે પુનર્વસન ઈમારતોના નિર્માણ માટે ઉપયોગ કરવાની હતી. જોકે એસઆરએ ઈમારતો નિર્માણ કરવાને બદલે આરોપીઓએ રૂ. 410 કરોડની સંપૂર્ણ રકમ તેમના સમૂહની કંપનીઓમાં ફેરવી હતી, એમ ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું છે.રૂ. 410 કરોડની લોનમાંથી રૂ. 80 કરોડ સર્વિસ ફી અને રોકાણને નામે જોશી અને તેની વાઈકિંગ ગ્રુપ ઓફ કંપનીઝમાં ફેરવવામાં આવ્યા હતા. જોકે તપાસ દરમિયાન એવું જણાયું કે સચિન કે તેની કંપનીઓ આવા વેપારમાં સંકળાયેલી નથી અને કથિત લેણદેણ બોગસ હતી, એમ ઈડીએ આરોપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો