તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોગસ રસીકરણ મામલે ડોક્ટરો સહિત સામે ચાર્જશીટ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 900થી વધુ સાક્ષીદારોનાં નિવેદનનો સમાવેશ

બોરીવલી પોલીસે આદિત્ય કોલેજ અને માનસી શેર્સ અને સ્ટોક એડવર્ટાઈઝર્સ સંબંધિત નકલી રસીકરણ કૌભાંડના કેસમાં બે ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને ચાર્જશીટમાં 900થી વધુ સાક્ષીદારોનાં નિવેદન છે, જેમાં કેસીઈપી સંસ્થાના કેટલાક વિદ્યાર્થીઓ અને નકલી રસીઓ લેનારાઓનો સમાવેશ થાય છે. બોરીવલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સામે સીઆરપીસીની કલમ 164 હેઠળ ચાર્જશીટ દાખલ કરાઈ છે.

કેસીઈપી સંસ્થાના ચારથી પાંચ વિદ્યાર્થીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં, જેમને આ કેસમાં સરકારી સાક્ષીદાર બનાવવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું હતું કે આદિત્ય કોલેજ સંબંધિત કેસમાં, જ્યાં 214 લોકોને રસી આપવામાં આવી હતી, ડો.મનિષ ત્રિપાઠી, ડો. શિવરાજ પટારિયા અને કાંદિવલી ચારકોપ સ્થિત શિવમ હોસ્પિટલના માલિક ડો. પટારિયાની પત્ની નીતા પટારિયાને મુખ્ય આરોપી તરીકે બતાવવામાં આવી છે.

અન્ય આરોપીઓમાં મહેન્દ્ર સિંહ, મોહમ્મદ કરીમ અલી, રાજેશ પાંડે, સંજય ગુપ્તા, રાહુલ દુબે, ચંદન સિંહ અને નીતિન મોર્ડે છે. માનસી શેર્સ અને સ્ટોક એડવર્ટાઇઝર્સ સંબંધિત કેસમાં ટ્રાવેલ એજન્ટ શ્રીકાંત માને, જેણે કંપનીના માલિકનો સંપર્ક કર્યો હતો અને કેમ્પનું આયોજન કરવા માટે સ્વયંસેવક હતો, તેને મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. આ કેસમાં અન્ય આરોપીઓ મહેન્દ્ર સિંહ, સીમા આહુજા, રાજેશ પાંડે, સંજય ગુપ્તા, કરીમ અલી, ડો.મનિષ ત્રિપાઠી, ડો. શિવરાજ પટારિયા અને તેની પત્ની નીતા પટારિયા, રાહુલ દુબે, ચંદન સિંહ અને નીતિન મોર્ડે છે.

અન્ય સમાચારો પણ છે...