તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પબમાં મારામારી કેસમાં ભરત શાહના પૌત્ર સામે ચાર્જશીટ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • FIR નોંધનાર સિનિયર પીઆઈને પછી પરમવીર સિંહે સસ્પેન્ડ કર્યો હતો

ગામદેવીના પબમાં મારામારીના કેસમાં હીરાના વેપારી અને ફિલ્મ નિર્માતા ભરત શાહના પૌત્ર યશ મહેતા અને તેના મિત્રો સામે એફઆઈઆર દાખલ કર્યાના દોઢ વર્ષ પછી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. નોંધનીય છે કે આ એફઆઈઆર દાખલ કરનાર ગામદેવીના તત્કાલીન સિનિયર પીઆઈ અનુપ ડાંગેને પરમવીર સિંહ મુંબઈના પોલીસ કમિશનર બન્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ડાંગેએ હાલમાં જ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યના ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ અને રાજ્યના પોલીસ પ્રમુખ સંજય પાંડેને પત્ર લખીને આરોપ કર્યો હતો કે યશ મહેતા કેસમાં બિલ્ડર જિતુ નવલાનીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવાની પરમવીરની માગણીનો અસ્વીકાર કરતાં પછીથી મુંબઈ પોલીસ કમિશનર બન્યા બાદ મારી ટ્રાન્સફર કરી નાખી હતી. આ આરોપની મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત પેનલ અને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગામદેવીના હાલના સિનિયર પીઆઈ આર રાજભરે જણાવ્યું હતું કે આ કેસમાં સાત જણ સામે અમે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં યશ મહેતા, તેના બે મિત્ર, અને અન્ય ત્રણનો સમાવેશ થાય છે. તેમની સામે પોલીસને ફરજ બજાવવાથી અવરોધવાનો આરોપ પણ મુકાયા છે.22 નવેમ્બર, 2019ના રોજ આ ઘટના દક્ષિણ મુંબઈમાં જિતુ નવલાનીના સબ ડર્ટી બન્સ સોબોની બહાર બની હતી.

અન્ય સમાચારો પણ છે...