તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

297.80 કરોડની છેતરપિંડી:બેન્કો સાથે કરોડોની ચીટિંગમાં 24 સામે ચાર્જશીટ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક સહિત વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેન્કો સાથે રૂ. 297.80 કરોડની છેતરપિંડી અંગે સીબીઆઈ દ્વારા મુંબઈની વિશેષ કોર્ટમાં મંગળવારે મુંબઈ સ્થિત ખાનગી કંપનીના ડાયરેક્ટર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બેન્કના તત્કાલીન અધિકારી, સહયોગી કંપની અને પેઢીના ડાયરેક્ટરો અને પ્રોપ્રાઈટરો સહિત 24 જણ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

નકલી અને ચેડાં કરેલા ઈન્વોઈસીસ અને લેટર ઓફ ક્રેડિટ સુપરત કરીને આરોપીઓએ ભંડોળની ઉચાપત કરી હતી. ઉપરાંત વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ગેરકાનૂની માર્ગે ક્રેડિટ લિમિટ્સ પણ લીધી હતી. એકટલી આઈઓબીની મુંબઈ શાખાએ રૂ. 292.20 કરોડની ધિરાણ સુવિધાઓનું વિતરણ કર્યું હતું. આરોપીઓએ છેતરેલી અન્ય બેન્કમાં એસબીટી, દેના બેન્ક, કોર્પોરેશન બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, એસબીઆઈ, એક્ઝિમ બેન્કનો સમાવેશ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો