મની લોન્ડરિંગ કેસ:ચંદા કોચરે વીડિયોકોનની 46 ટકા લોનને મંજૂરી આપી હતીઃ ઈડીની ચાર્જશીટમાં દાવો

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદા કોચર - ફાઇલ તસવીર - Divya Bhaskar
ચંદા કોચર - ફાઇલ તસવીર

આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા વીડિયોકોનને 5394 કરોડની લોન આપવાની દરખાસ્તમાંથી 46 ટકાને ચંદા કોચરે મંજૂરી આપી હતી. ઈડીએ આઈસીઆઈસીઆઈ-વીડિયોકોન મનીલોન્ડરિંગ કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આ દાવો કર્યો છે. વિશેષ અદાલત સમક્ષ રજૂ કરાયેલી 308 પાનાની ચાર્જશીટમાં ઈડીએ કહ્યું છે કે ચંદા કોચર વીડિયોકોનને 46 ટકા લોન અપાઈ તેની તમામ સમિતિમાં શામેલ હતા. તેમાંથી 5394 કરોડની 8 દરખાસ્તને ચંદા કોચરે બેન્કના એમડી અને સીઈઓ બન્યા પછી મંજૂરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...