તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ચંદા કોચરે પદનો દુરુપયોગ કર્યાનું દેખાય , કોર્ટનો ઠપકો

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
આઈસીઆઈસીઆઈ બેન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર - Divya Bhaskar
આઈસીઆઈસીઆઈ બેન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર
 • ચંદા કોચર અને વેણુગોપાલ ધૂતને 12 ફેબ્રુઆરીએ હાજર થવા આદેશ

આઈસીઆઈસીઆઈ બેન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર સાથે હવે વિડિયોકોનના વેણુગોપાલ ધૂતની પણ મુશ્કેલી વધવાનાં ચિહનો છે, કારણ કે વિડિયોકોનને આપેલી બિનહિસાબી લોન પ્રકરણે ચંદા કોચરે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનું દેખાય છે એવો ઠપકો પીએમએલએ કોર્ટે મૂક્યો છે. આથી આ સંબંધે 12 ફેબ્રુઆરીના રોજ થનારી સુનાવણીમાં ચંદા કોચર સાથે વેણુગોપાલ ધૂતને પણ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ પ્રકરણે ચંદા કોચરના પતિ દીપક કોચરે દાખલ કરેલા કેસમાં થયેલી ધરપકડ પછી તે હાલ જેલમાં છે.

2009થી 2011 દરમિયાન બેન્કે વિડિયોકોન ગ્રુપને આશરે રૂ. 1875 કરોડની લોન આપી હતી. જોકે આ આર્થિક વ્યવહારમાં ગેરરીતિ થયાનો આરોપ કોચર પર મૂકવામાં આવ્યો હતો. આ બાબતે આરંભમાં બેન્કે કોચરની બાજુ લીધી હતી. જોકે સીબીઆઈએ તપાસ શરૂ કર્યા પછી બેન્કે ભૂમિકા બદલી હતી અને જૂન 2018માં નિવૃત્ત જસ્ટિસ બી એન શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં તપાસ સમિતિની નિયુક્તિ કરી હતી.

સીબીઆઈ સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પણ આ પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે. બેન્ક વતી નિયમો નેવે મૂકીને આપવામાં આવેલી લોનને લીધે બેન્કને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે એવો આરોપ છે. આ સંબંધે ચંદા કોચરના પતિ દીપક અને વેણુગોપાલ વિરુદ્ધ સીબીઆઈએ 22 જાન્યુઆરી, 2019ના રોજ ગુનો દાખલ કર્યો હતો.

બોનસ- ભથ્થાં રોકી દેવાયાં
આઈસીઆઈસીઆઈ બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે જાન્યુઆરી 2019માં ચંદા કોચરને પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. એપ્રિલ 2009થી માર્ચ 2018ના સમયગાળામાં મળેલા રૂ. 7.4 કરોડનો બોનસ પાછો આપવાનો આદેશ આપીને તેમનાં અન્ય આર્થિક ભથ્થાં પણ રોકવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય વિરુદ્ધ ચંદા કોચરે બેન્ક સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે તેમને દિલાસો આપ્યો નહોતો. 2018માં વહેલી નિવૃત્તિ લેવાનું બેન્કને જણાવ્યું હતું અને આઈસીઆઈસીઆઈ બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ જાન્યુઆરી 2019માં પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો જે ઉચિત નથી. 2009થી માર્ચ 2018માં મળેલું બોનસ અને અન્ય આર્થિક ભથ્થાં રોકવાનો નિર્ણય પણ અયોગ્ય છે એવો તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો, પરંતુ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટમાં પણ કોચરના નિરાશા જ સાંપડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો