કાર્યવાહી:મલિકને ટિપ્પણીથી નહીં રોકતાં વાનખેડેનો આદેશ સામે પડકાર

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે જસ્ટિસ કાથાવાલા અને મિલિંદ જાધવ સુનાવણી કરવાની શક્યતા

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને પરિવારજનો વિરુદ્ધ ટિપ્પણી અને સોશિયલ મિડિયા પર પોસ્ટ્સ મૂકવાથી રાજ્યના લઘુસંખ્યાક મંત્રી નવાબ મલિકને મનાઈ કરવાનો કરનારી મુંબઈ હાઈ કોર્ટની એક જજની ખંડપીઠના આદેશ સામે સમીરના પિતા જ્ઞાનદેવે બુધવારે હાઈ કોર્ટમાં પડકાર ફેંકતી અરજી કરી છે.

એક જજની ખંડપીઠના આદેશને પડકારતી અરજી તુરંત સુનાવણીમાં લેવા અને રાહત આપવા માટે જ્ઞાનદેવે જસ્ટિસ એસ જે કાથાવાલા અને મિલિંદ જાધવની ખંડપીઠને વિનંતી કરી છે. તેમની અરજીની સુનાવણી ગુરુવારે લેવામાં આવે એવી શક્યતા છે.સોમવારે જસ્ટિસ માધવ જામદારનીએક જજની ખંડપીઠે મલિક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બદનક્ષીના કેસમાં કોઈ પણ વચગાળાની રાહત વાનખેડેને આપવાનો ઈનકાર કરી દીધો હતો. વાનખેડેએ મલિકના ટ્વીટ્સ અને જાહેર નિવેદનના દાખલા આપ્યા હતા, જેમાં મલિકે એવો આરોપ કર્યો છે કે સમીર મુસ્લિમ છે, પરંતુ નિયુક્ત પછાત જાતિ (એસસી)નો હોવાનું જણાવાની કેન્દ્ર સરકારી નોકરી ખોટી રીતે મેળવી છે.

આથી જ્ઞાનદેવે પોતાની સામે, પુત્ર સમીર સામે અથવા કોઈ પણ પરિવારના સભ્યો સામે મલિક દ્વારા કોઈ પણ બદનક્ષીભર્યાં નિવેદનો કે ટ્વીટ્સ, સોશિયલ મિડિયા પોસ્ટ્સ કરવાથી રોકવા વચગાળાની રાહત માગી હતી. જોકે જસ્ટિસ જામદારે વર્તમાન કેસમાં મલિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનું શક્ય નથી એમ જણાવ્યું હતું.સમીર સામે મલિકનાં નિવેદનો અને ટ્વીટ્સ બદઈરાદાભર્યાં અને વૈમનસ્ય ધરાવતા હોવા છતાં સમીર સામે મલિક દ્વારા કરાયેલા આરોપો પ્રથમદર્શી જોતાં સંપૂર્ણ ખોટા જણાતા નથી એવી નોંધ કોર્ટે કરી હતી.

જોકે મલિકને હવે પછી વાનખેડે અને તેમના પરિવારના સભ્યો સામે કોઈ પણ જાહેર નિવેદનો કે ટિપ્પણી કરે તો તે પૂર્વે વાસ્તવિકતાની ઉચિત તપાસ કરાવી લેવાના નિર્દેશ કોર્ટે આપ્યા છે.જ્ઞાનદેવે અપીલમાં જણાવ્યું છે કે એક જજની ખંડપીઠે એવી નોંધ કરી છે કે મલિકના આરોપો બદનામી કરવા માટે છે એવું જણાય છે તે જોતાં મંત્રીના વધુ બદનામીકારક ટિપ્પણીઓ કરવાથી રોકવા જોઈતા હતા.

અન્ય સમાચારો પણ છે...